////

ટ્રમ્પના રોડશૉ દરમ્યાન કેવી હશે સુરક્ષા જુઓ

આવતીકાલે ૨૪ ફેબ્રુઆરીનાં રોજ વિશ્વની મહાસત્તાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ, પત્ની મેલેનિયા અને તેમના જમાઇ સાથે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. સવારે ૧૧ઃ૩૦ કલાકે ખાસ વિમાનમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચશે. અને સીધા ગાંધી આશ્રમની મુલાકાત લેશે. દરમિયાનમાં સુરક્ષામાં કોઇ કચાશના રહી જાય તેના માટે રાજય અને કેન્દ્વ સરકારની જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા એકશન પ્લાન ઘડી કાઢયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સવારે સાડા ૧૧ કલાકે અમદાવાદ આવી પહોંચશે ત્યારે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપીને ભારતીય પંરપરા મુજબ સ્વાગત કરાશે. જયાંથી સીધા જ સાબરમતી આશ્રમ પહોંચશે. આશ્રમથી ૩ વાગ્યા સુધીમાં મોટેરા સ્ટેડિયમ ખાતે ખાસ હાજરી આપી નમસ્તે ટ્રમ્પ કાર્યકમનું અભિવાદન જિલશે. બાદમાં ૩ઃ૩૦ કલાકે દુનિયાની સાતમી અજાયબી તાજમહેલ જોવા માટે આગ્રા જવા માટે રવાના થશે. આ સમગ્ર કાર્યકમ દરમિયાન ૩૩ ડીસીીપી, ૭૫ એસીપી, ૩૦૦ પીઆઇ, ૧૦૦૦ પીએસઆઇ, ૧૨૦૦૦ પોલીસ જવાનો, ૨૦૦૦ મહિલા પોલીસ, ૧૫ એસઆરપી કંપની, ૩ આરએએફની કંપની તેમજ એસપીજી પેરાનિલેટરીની સિક્રેટ સર્વિસ આરએએફ સાથે મળીને સંકલન કરી સુરક્ષા પ્રદાન કરશે. તેમજ ૧૫ જેટલી ડીડીડીએસ, કાર્યરત રહેશે. તેમજ મોરચા સ્કોવોર્ડ જેતે સ્થળ પર અને કોનવે સાથે રહેશે. સમગ્ર એકશન પ્લાનનું એક કોમ્યુનિકેશન પ્લાન બનાવવામાં આવ્યુ છે.

એરપોર્ટથી મોટેરા સુધીના રુટ પર વોકી-ટોેકી સાથે પોલીસ તૈનાત રહેશે. જાહેર જનતાએ દિવસ દરમિયાન ડ્રોન ના ઉડારવા માટેની વિનંતી કરવામાં આવી છે. ૨૦૦ જેટલા ડોરફેમ મેટર અને હેન્ડ હેલ્ડ મેટર ડીટેકટર હશે. ૭૦૦ હેન્ડ હેલ્ડ મેટલ ડિરેકટર હશે. બેકેજ સ્કેનર રાખવામાં આવ્યા છે. તેમજ ઇમરજન્સી માટે ૩૦૦ દોરડાની પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદી અને ટ્રમ્પનો રોડ સો દરમિયાન ૬૦૦ વોકી-ટોકી સેટસ, ૩૮ ઘોડે સવારો, ૧૪૦ બાઇનોકિલરથી સમગ્ર રોડશો પર બાજનજર રાખવામાં આવશે. તેમજ પરીક્ષા આપવા જતાં વિધાર્થીઓને હોલટિકિટ અને આઇ-કાર્ડ સાથે રાખવાનાં રહેશે. આ રૃટ દરમિયાન સમગ્ર એરિયામાં જામર પણ લગાવવામાં આવ્યા છે.ઉપરોક્ત રોડ શૉ ની સંપૂર્ણ માહિતી ગુજરાત પોલીસ ના આશિષ ભાટિયાએ પ્રતકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.