
કોરોનાના વધતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કર્યું હતું. તો વીડિયો કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ 2 કલાક 45 મિનિટ સુધી ચાલ્યું હતું. તમામ મુખ્યમંત્રીઓએ વડાપ્રધાનને કોરોના સંદર્ભની તૈયારીઓ બાબતે માહિતગાર કર્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ પછી યોજાયેલી અશ્વિન કુમારની પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું કે રાજ્યના 66 લાખ જરૂરિયાતમંદ લોકો સુધી અન્નનો પુરવઠો પહોંચાડવા મામલે સારી વ્યવસ્થા ચાલી રહી છે. તો રાજ્યભરમાં 15 લાખ 16 હજાર કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે જો કોઈ પણ દૂધ ઉત્પાદક સહકારી દૂધ મંડળીના સભ્યના હોય તેવા દૂધ ઉત્પાદકો ગામડાઓમાં આવેલ સહકારી મંડળીમાં દૂધ આપી શકશે. લોકડાઉનના કારણે ફેક્ટરીઓ અને કંપનીઓ બંધ હોવાના કારણે અશ્વિન કુમારે અગત્યનું નિર્ણય આપ્યું હતું જેમાં તેઓ કહ્યું કે કોઈ પણ કેપની માલિક શ્રમિકોને નોકરીમાંથી છૂટી કરી શકશે નહીં, સાથેજ કંપની માલિક શ્રમિકોના પગાર પણ ઓછા નહીં કરી શકે.. જો કોઈ કંપની માલિક દ્વ્રારા નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ડિઝાસ્ટર મેનેજમેટ એક્ટ હેઠળ ફેકટ્રી માલિક ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. તો 4 એપ્રિલથી અન્નબ્રહ્મ યોજના અંતર્ગત ગુજરાત બહારના શ્રમિકોને અન્ન પુરવઠો પૂરો પાડવામાં આવશે.. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વ્રારા વિનામૂલ્યે વિતરણ કરાયેલા અનાજમાં સડેલું અનાજ નિકળ્યું હતું જેના પર નિવેદન આપતા સચિવે કહ્યું કે- સરકાર નજર રાખી રહી છે, તો દુકાન માલિક જ્યારે અનાજનો પુરવઠો લેવા જશે ત્યારે તેને પુરતું ધ્યાન રાખવાનું રહેશે.. છતાં આવી બાબતો ધ્યાનમાં આવશે તો સરકાર દ્વ્રારા કડક કાર્યવાહી કરાશે. તો શેલ્ટર હોમ વીશે જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં 83 શેલ્ટર હોમ ચાલી રહ્યા છે જ્યા 9 હજાર કરતા વધુ લોકોએ આશ્રય લીધો છે જ્યાં તેમના રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.