//

ASI ૫૦ હજારની લાંચ લેતાં કયાં ઝડપાયા ?

પોલીસ અધિકારીઓમાં લાંચ લેવાનાં કિસ્સાઓ વધી રહ્યા છે. જેમાં સામાન્ય નાગરિકો હવે સજાગ બની રહ્યા છે. પોલીસને લાંચ આપવાનાં બદલે તેને સરકાર સામે ખુલ્લા પાડલામાં આવે છે. આવો જ એક કિસ્સો આજે બનાસકાંઠામાં સામે આવ્યો છે.

બનાસકાંઠાનાં પાલનપુરમાં પૂર્વ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI લાંચ લેતા પકડાયા છે. જેમાં ASI રાજુ ચાવડાએ સામાન્ય મારા-મારીનાં કેસમાં અને ફરિયાદીએ ૨૦,૦૦૦ રૂપિયા તે સમયે જ ચુકવી દીધા હતાં અને બાકીના ૩૦,૦૦૦ આજે આપવાનાં હતાં. તે દરમિયાન ફરિયાદીએ આજે મહેસાણામાં લાંચ રપસવત કચેરીનો સંપર્ક કર્યો હતો. એએસઆઇ રાજુ ચાવડા વિશે ફરિયાદ કરી હતી. જેનાં પગલે લાંચ રુસવત ખાતાનાં અધિકારીઓએ છટકું ગોઠવીને ASI રાજુ ચાવડાને રંગેહાથો ઝડપી પાડયો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી. 

Leave a Reply

Your email address will not be published.