6 મહિનાનો ગર્ભ છતા ફરજ પર તૈનાત રાષ્ટ્રરક્ષક ASI નસરીન જુનૈદ બેલિમ

સાચા રાષ્ટ્રરક્ષક નામને સાર્થક કરતી મહિલાનો એક કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો છે. રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા નસરીન જુનૈદ બેલીમની અડગતાને હિમાલય જેવી છે. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ASI નસરીન 6 માસના ગર્ભ સાથે ફરજ બજાવવા પહોંચી જાય છે. જેના કારણે તેમના પરિવારજનો પણ તેમને રજા લેવાનું કહે છે પરંતુ નસરીન કહે છે કે “રજા પછી મારી ફરજ પહેલા” આમ તેઓ ગર્ભવતી હોવા છતા પોતાની ફરજ વફાદારીથી નિભાવી રહ્યા છે. ASI નસરીનનું કહેવું છે કે કપરી પરિસ્થિતિના કારણે તેમના પતિ પણ થોડા ગભરાઈ ગયા હતા અને ડ્યુટી કરવાનીના પાડતા હતા પરંતુ નસરીને તેમના પતિને સમજાવ્યા અને કહ્યું કે- પોલીસ સ્ટાફમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું છે સાથેજ તમામ પોલીસ કર્મચારીઓની પૂરતી તકેદારી રાખવામાં આવે છે એટલુંજ નહીં ઉપરી અધિકારી પણ તમામ કર્મચારીઓનું ધ્યાન રાખે છે. તેઓ પરિવાર જનોને કહ્યું કે કોઈ ચિંતા ના કરો મને ફરજ દરમિયાન કંઈ નહીં થાય. વધુમાં નસરીને જણાવ્યું કે તેઓ રાજકોટમાં પોતાના પતિ સાથે રહે છે તેમના પતિ તેમને દરેક કામકાજમાં મદદ કરે છે અને પોલીસ સ્ટેશન સુધી લેવા- મૂકવા પણ આવે છે.. પોલીસ સ્ટેશનમાં પણ દરેક કામ મેનેજ થઈ જાય છે.. આઠ કલાકની ડ્યૂટી કરી તેઓ ઘર પણ સારી રીતે મેનેજ કરી લે છે. રાજ્કોટમાં પોઝિટિવ કેસમાં વધારો થવાથી ASI નસરીનના પરિવારજનો ખૂબજ ચિંતામાં રહે છે.. પરિવારજનોને ડર છે કે ક્યાંક નસરીનને કોરોનાના થઈ જાય.આ નાજૂક પરિસ્થિતિમાં નસરીનની રોગ પ્રતિકારક શક્તિ ઓછી રહેતી હોવાના કરાણે પરિવારજનો ચિંતામાં રહે છે.. પરંતુ ASI નસરીનનું કહેવું છે કે મારી ડ્યૂટી અને ફરજ મારા સ્વાસ્થ કરતા વધુ મહત્વ ધરાવે છે.. સલામ છે ASI નસરીન જેવા રાષ્ટ્રરક્ષકોને!

Leave a Reply

Your email address will not be published.