//

રાજ્યસભાની ચૂંટણીને લઇ અમિત ચાવડાનો મોટો દાવો!!

આગામી દિવસોમાં ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકોની મુદત પૂર્ણ થઇ રહી છે તે  બેઠકો પેકીની બે બેઠક પર પર કોંગ્રેસ ભવયરીતે વિજય મેળવશે તેવો દાવો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે અમિત ચાવડાએ વાત કરતા જાણવાયું હતું કે કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી બધાજ કાર્યકરો ખભેખભો મેળવીને સાથે કામ કરી એ છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ચાર રાજ્યસભાની બેઠકોની મુદત પૂર્ણ થઇ રહી છે જેની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે અને તેવા સમયે કોંગ્રેસ પાસે વિધાનસભામાં ઓછી બહુમતી છે તેમ છતાં વિશ્વસ સાથે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આજે દાવો કર્યો હતો કે આગામી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી છે જેમાં કોંગ્રેસ બે બેઠકો આરામથી જીતી જશે અને એ જીત મેળવીને અમો સાબિત કરી  બતાવશું કે સત્તાધારી પક્ષમાં પણ અસન્તોષ છે જેને કારણે કોંગ્રેસને મોટો લાભ મળશે અને અને કોંગ્રેશને બે સીટ પર જીત નિશ્ચિત પણે મળશે તેવો દાવો અમિત ચાવડાએ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.