/////

Ind vs Aus : પ્રથમ દિવસની રમતના અંતે ભારતની 233 રન પર 6 વિકેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડના ઓવલ મેદાન પર પિંક બોલથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી ભારતે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવી લીધા છે. જેમાં રવિચંદ્રન અશ્વિન 15 અને સાહા 9 રન બનાવી ક્રિઝ પર છે.

ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે, પરંતુ પૃથ્વી શો ઈનિંગના બીજા બોલ પર બોલ્ડ થયો હતો. તેને મિશેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. મયંક અગ્રવાલને પેટ કમિન્સે બોલ્ડ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. મયંક 40 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. ભારતને ત્રીજો ઝટકો ચેતેશ્વર પૂજારાના રૂપમાં લાગ્યો જે 160 બોલમાં 43 રન બનાવી લાયનની ઓવરમાં આઉટ થયો હતો.

તો બીજી બાજુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એડિલેડમાં શાનદાર બેટિંગ કરતા 74 રન બનાવ્યા હતા. તે રહાણેની ભૂલ દ્વારા રનઆઉટ થયો હતો. અંજ્કિય રહાણે 42 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ભારતને છઠ્ઠો ઝટકો હનુમા વિહારીના રૂપમાં લાગ્યો, જે હેઝલવુડની ઓવરમાં LBW આઉટ થયો હતો.

આ ઉપરાંત પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લાયનને એક-એક સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.