///

સરકાર સાથેની બેઠકમાં ખેડૂતોએ સરકારના ભોજન-પાણીનો કર્યો અસ્વીકાર, જુઓ VIDEO

નવા કૃષિ કાયદાને લઇને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. આજે આંદોલનનો 8મો દિવસ છે. મંગળવારે કૃષિ સંગઠનોના નેતાઓ અને પ્રધાનો વચ્ચે વાતચીત થઇ હતી. જોકે મંગળવારની ચર્ચમાં કોઇ સમાધાન થયું નહતું. ત્યારે ફરી એક વાર આજે ગુરૂવારે ચોથા તબક્કાની વાતચીત ચાલી રહી છે. ત્યારે આજની આ બેઠક દરમિયાન ખેડૂતોએ સરકારના ચા-પાણી અને ભોજનનો બહિષ્કાર કર્યો હતો.

બપોરે 12 કલાકથી ખેડૂતો અને સરકાર વચ્ચે દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ચર્ચા ચાલી રહી છે. ખેડૂતો તરફથી સતત MSP પર પોતાની માગ રાખવામાં આવી રહી છે. ખેડૂતોએ પોતાના તરફથી 10 પેજની બ્લૂ પ્રિન્ટ પકડાવી છે. બપોરે 3 કલાકે મીટિંગમાં બ્રેક હતી. જેમાં ખેડૂતો બહાર આવ્યા હતાં. આ બેઠકની ખાસ વાત એ છે કે ખેડૂતોએ પોતાનું ભોજન બહારથી મંગાવ્યું છે અને સરકાર તરફથી આપવામાં આવેલ કોઇ પણ વસ્તુ ખાવાનો ઇનકાર કર્યો હતો. ખેડૂતોએ સરકારના ચા-પાણી પણ પીધાં નહીં અને બહિષ્કાર કર્યો હતો. ખેડૂતો માટે ગુરુદ્વારાથી લંગર આવ્યુ હતું.

મહત્વનું છે કે, ખેડૂતો અને સરકાર વચ્ચે વિજ્ઞાનભવનમાં બેઠક ચાલી રહી છે. ખેડૂતો નવા કૃષિ કાયદાને પરત લેવાની માગ પર અડગ છે. દિલ્હીની સરહદો પર ખેડૂતો છેલ્લા 7 દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે. નવા કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં હોવાનો સરકાર દાવો કરી રહી છે. ખેડૂતોનો ભ્રમ દુર કરવા સરકાર પ્રયત્ન કરી રહી છે. દેશના ખેડૂતોની નજર આજની બેઠક પર છે. ખેડૂતો લેખિતમાં આશ્વાસનની માગ પર અડગ છે. આંદોલન સમાપ્ત થશે કે વધુ ઉગ્ર બનશે તે આજની બેઠક બાદ ખબર પડશે. સરકારે નવા કૃષિ કાયદાને લઇને સમિતિ બનાવવાનો પ્રસ્તાવ કૃષિ સંગઠનોએ ફગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.