///

Farmers Protest : સરકારની અપીલ, ખેડૂતો વડીલ અને મહિલાઓને ઘરે પરત મોકલી દે

ખેડૂત આંદોલનના 10મા દિવસે કેન્દ્ર સરકારે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે આ આંદોલનમાં ભાગ લેનારા વડીલ, મહિલાઓ અને બાળકોને ઘરે મોકલવામાં આવે. કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર બેઠક દરમિયાન પણ ખેડૂતો સાથે આ અંગે અપીલ કરી.

પાંચમા તબક્કાની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું ‘હું ખેડૂતોને અનુરોધ કરવા માગુ છું કે તે પોતાના આંદોલન છોડી દો જેથી તેમને ઠંડીની સિઝનમાં અસુવિધાનો સામનો કરવો પડે. કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે વિજ્ઞા ભવનમાં કહ્યું હતું કે ‘ઠંડીની સિઝન અને કોવિડ 19ને જોતાં હું ખેડૂત યૂનિયનના નેતાઓ સાથે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોનો વિરોધ સ્થળોથી ઘરે પરત ફરવાની અપીલ કરી છે.

તેઓએ ખેડૂતોને અપીલ કરી છે કે, દિલ્હીની સીમાઓ પર વિરોધ પ્રદર્શનના કારણે દિલ્હીના નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિપ્રધાને ખેડૂતો સાથે વડાપ્રધાન મોદીના નેતૃત્વની સરકારમાં પોતાનો વિશ્વાસ બનાવી રાખવા માટે કહ્યું હતું. તેઓએ કહ્યું જે પણ કરવામાં આવશે તે તેમના હિતમાં હશે. આ સાથે જ તેઓએ અનુશાસન બનાવી રાખવામા ખેડૂત યૂનિયનના નેતાઓને ધન્યવાદ આપ્યો. તેઓએ કહ્યું કે આજની વાર્તા પુરી થઇ શકી નહીં. અમે 9 ડિસેમ્બરના રોજ વધુ એક બેઠક બોલાવી છે.

Leave a Reply

Your email address will not be published.