////

માઉન્ટ આબુ ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસી પર હુમલો

રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક હોટલના સંચાલકો દ્વારા ગુજરાતી પર્યટકોને ફટકારવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં 3 ગુજરાતી પ્રવાસીઓને ગંભીર ઈજા પહોંચતા તેમને આબુરોડ પોલીસે સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના સતલાસણા ગામના ભવાનીસિંહ તેમના મિત્રો સાથે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મજા માણવા ગયા હતાં. તે દરમિયાર ત્યાંની જય અંબે હોટલના સંચાલકો સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા હોટલના સંચાલકો ગુજરાતી પર્યટકો પર કુહાડી લઈને તૂટી પડ્યા હતાં. ગુંડાગીરી પર ઉતરી આવેલા હોટલ સંચાલકોએ ભવાનીસિંહ અને તેમના મિત્રોને દોડાવી-દોડાવીને ફટકાર્યા હતાં. જેમાં ગુજરાતી પર્યટકોના કપડા પણ ફાટી ગયા હતાં.

આ બનાવની જાણ થતાં આબુરોડ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.