મહારાષ્ટ્રમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર્સના એક ગ્રુપે NCBના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમના સભ્યો પર હુમલો કર્યો છે. આ હુમલામાં NCBના બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
NCB તરફથી મળતી માહિતી પ્રમાણે સમીર વાનખેડેની આગેવાની હેઠળ NCBની ટીમ મુંબઈના ગોરેગાંવના જવાહર નગર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવા ગઇ હતી. તે દરમિયાન ડ્રગ પેડલર્સ અને તેની સાથે 60 જેટલા લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને પથ્થર-લાકડીઓથી NCBની ટીમ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં NCBના બે અધિકારી વિશ્વવિજય સિંહ અને શિવા રેડ્ડીને ઇજા પહોંચી હતી. જોકે બંને અધિકારી હાલમાં સુરક્ષિત છે.
આ હુમલામાં ડ્રગ્સ પેડલર્સ કેટલાક લોકોની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ વચ્ચે તેમની પાસેથી મોટા પ્રમાણમાં LSD ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.