રાજ્યમાં પેટાચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર પ્રસાર થઇ રહ્યાં છે. આ વચ્ચે કરજણના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને હરાવવાની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે.
ભાજપના નારાજ જૂથના મોટા નેતાના સમર્થકની ઓડિયો ક્લિપ વાઈરલ થઇ છે. જેમાં ભાજપના સમર્થક દ્વારા કાર્યકરોને ફોન કરીને કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને ઘરે સુવડાવી દેવાની વાત કરે છે. આ સાથે જ અક્ષય પટેલે 25 કરોડ રૂપિયા લીધા હોવાની વાત પણ કરે છે. આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ચૂંટણી વચ્ચે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.