આવતી 25મી માર્ચથી માં બહુચરાજીના સાનિધ્યમાં ભવ્ય મહોત્વસ યોજવાનો છે જેના માટે શુભ મુહૂર્ત જોવાયા હતા જેમાં ખાસ કરીને આવતી 25મી માર્ચથી શક્તિપીઠ બહુચરાજીના દિવ્ય અને ભવ્ય મંદિરે ચૈત્રી નવરાત્રી ઉતસ્વની ઉજવણી થવાની છે જેના માટે મુહૂર્ત જોવામાં આવે છે જેમાં 25 માર્ચ થી 3 એપ્રિલ સુધી કાઈટ્રી નવરાત્રી નું આયોજન થશે જેમાં 25 માર્ચે ઘટસ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો શુભારંબ થશે બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટની યાદી મુજબ પ્રક્ષાલન વિધિ ફાગણ વદ 30( અમાસ )અને 24 માર્ચે ને મંગળવારે બપોરે 1:30 કલાકે કરવામાં આવશે તેમજ 25મી માર્ચે ને બુધવારે સવારે 7:30 કલાકે મંદિરના વહીવટદારના હસ્તે થશે તેમજ શતચંડી યજ્ઞનો પ્રારંભ ચૈત્ર સુદ છઠ તારીખ 30 માર્ચેને સવારે 10 વાગ્યે થશે તેની પુર્ણાહુતી ચૈત્ર સુદ આઠમને તારીખ 1 એપ્રિલને સાંજે 4:30 કલાકે થશે માતાજીની આઠમની સવારી 1 એપ્રિલની રાત્રીએ એપ્રિલે રાત્રે મંદિરે પ્રસ્થાન કરશે તથા રાત્રે 12 કલાકે માતાજીના પલ્લીખંડના નૈવેદ્ય ભરાશે નવરાત્રી ઉત્થાપન વિધિ ચૈત્ર સુદ 10 તારીખ 3 એપ્રિલને સવારે 7:30 કલાકે કરશે.

આવી રીતે શક્તિપીઠ બહુચરાજી મંદિરના સાનિધ્યમાં ઉજવવાના પ્રસઁગના શુભ મુહૂર્ત જોવામાં આવ્યા હતા પૂનમના દિવસે માતા બહુચરાજી સવારથી શંખલપુર જશે ચૈત્ર સુદ પૂનમે માતાજીના મેળાનો 8મી એપ્રિલએ મેળો ભરાશે માં બહુચરાજીની પરંપરાગત સવારી 8 એપ્રિલે રાત્રે 9:30 કલાકે બહુચરાજી સ્થિત માતાજીના નિજમંદિરથી નીકળશે શંખલપુર મુકામે માતાજીના આદ્ય સ્થાનકે જશે ચૈત્ર સુદ 14ને તારીખ 7 એપ્રિલના રોજ રોજ સવારે પાંચ વાગ્યે 8 એપ્રિલના રોજ પૂનમની રાત્રે માતાજીની સવારી પરત આવે ત્યાં સુધી નિજ મંદિરના દૂર સતત દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે આગામી ચૈત્રી નવરાત્રી બહુચરમાતાજીના પ્રાગટ્ય દિવસ હોવાથી ભક્તો પણ આશ્થાભેર મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે જેને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મંદિર વહીવટદારો દ્રારા ચૈત્રી નવ્રતીની ધામધૂમ પૂર્વક ઉજવણી માટે ની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.