///

ભારતને 66 રને હરાવી ઓસ્ટ્રેલિયા સીરિઝમાં 1-0થી આગળ

ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે ભારતને 66 રને હરાવ્યું છે. 375 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી.

ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 308 રન જ બનાવી શકી હતી. જેમાં હાર્દિક પંડ્યા 90 અને શિખર ધવને 74 રન ફટકાર્યા હતાં. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી (21), લોકેશ રાહુલ (12) અને શ્રેયસ ઐયરે (2) રન જ બનાવી શક્યા હતાં. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ 4 અને જોશ હેઝલવુડે 3 વિકેટ હાંસિલ કરી હતી. આ તકે ત્રણ મેચની વન ડે સીરિઝમાં ભારત 0-1થી પાછળ છે. આ વચ્ચે ભારતે હવે સિરિઝ જીતવા માટે બાકીની બંને વનડે જીતવી પડશે.

આ પહેલા ટોસ જીતી બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ સિડની ખાતે 50 ઓવરમાં 6 વિકેટે 374 રન કર્યા હતાં. જેમાં કેપ્ટન એરોન ફિન્ચે 124 બોલમાં 9 ફોર અને 2 સિક્સની 114 રન જ્યારે સ્મિથે 66 બોલમાં 11 ફોર અને 4 સિક્સની મદદથી 105 રન કર્યા હતાં. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલે પણ 19 બોલમાં 45 રન ફટકાર્યા હતાં. જેમાં ભારત તરફથી મોહમ્મદ શમીએ 3, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ હાંસિલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.