///

ઓસ્ટ્રેલિયા સીરિઝમાં 2-0થી આગળ, ભારતને 51 રને હરાવ્યું

ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં સિડની ખાતે ભારતને 51 રને હરાવી શ્રેણીમાં 2-0થી આગળ છે. જેના પગલે ભારતની શ્રેણીમાં હાર થઇ છે. 390 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટે 338 રન જ કરી શકી હતી.

ભારતની આ વનડેમાં સતત પાંચમી હાર છે. સીરિઝની પહેલી મેચમાં કાંગારુંએ ભારતને 66 રને હરાવ્યું હતું. તે પહેલાં ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

રનચેઝમાં ભારત માટે કેપ્ટન વિરાટ કોહલી અને લોકેશ રાહુલેમે 89 અને 76 રન ફટકાર્યા હતાં. તે સિવાય શ્રેયસ ઐયરે 38 અને શિખર ધવને 30 રન કર્યા હતાં. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે 3, જોશ હેઝલવુડ અને એડમ ઝામ્પાએ 2-2, જ્યારે ગ્લેન મેક્સવેલ અને મોઝેઝ હેનરિક્સે 1-1 વિકેટ હાંસિલ કરી હતી.

આ પહેલાા પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 389 રન કર્યા હતાં. આ ઓસ્ટ્રેલિયાનો વનડેમાં ભારત વિરુદ્ધ હાઈએસ્ટ ટોટલ છે. તેમના માટે ટોપ-5એ બેટ્સમેનોએ 50થી વધુનો સ્કોર કર્યો હતો. આવું વનડેમાં ત્રીજી વાર થયું છે. સ્ટીવ સ્મિથે કરિયરની 11મી સદી ફટકારતા 104 રન કર્યા હતાં. જ્યારે ડેવિડ વોર્નરે 83, માર્નસ લબુશેને 70, ગ્લેન મેક્સવેલે 63 અને આરોન ફિન્ચે 60 રન ફટકાર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.