///

IND vs AUS : ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 191 રનમાં ઓલ આઉટ, ભારતને 53 રનની લીડ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 191 રનમાં ઓલઆઉટ થયુ છે. આ સાથે જ ભારતને 53 રનની લીડ મળી છે.

ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન ટિમ પેને પોતાના ટેસ્ટ કરિયરની આઠમી ફિફટી ફટકારતા સર્વાધિક 73* રન કર્યા. જ્યારે માર્નસ લબુશેને 47 રનનું યોગદાન આપ્યું. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 4, જ્યારે ઉમેશ યાદવે 3 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન ટિમ પેને પોતાના ટેસ્ટ કરિયરની આઠમી ફિફટી ફટકારતા સર્વાધિક અણનમ 73 રન કર્યા હતાં. જ્યારે માર્નસ લબુશેને 47 રન કર્યા હતાં. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 4, ઉમેશ યાદવે 3 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી હાંસિલ કરી છે.

આ પહેલા આજે પ્રથમ ટેસ્ટના બીજા દિવસની શરૂઆત ભારતે 233 રન પર 6 વિકેટ સાથે કરી હતી. જેમાં ટીમ માત્ર 11 રન જ ઉમેરી શકી હતી અને એડિલેડ ખાતે 244 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ 74, ચેતેશ્વર પૂજારાએ 43 અને અજિંક્ય રહાણેએ 42 રન કર્યા હતાં. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 4, પેટ કમિન્સે 3, જ્યારે જોશ હેઝલવુડ અને નેથન લાયને 1-1 વિકેટ હાંસિલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.