/

રાષ્ટ્રના જાગૃત બાળકો, પોતાની બચતમાંથી કર્યું દાન

કોરોનાની આકરી પરિસ્થિતિમાં બાળકોની સંવેદનશીલતા જોવા મળી. તો અમદાવદના ત્રણ બાળકો પોતાની બચતના રૂપિયા લઈ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ત્યાં પોતાની બચતા પૂરા રૂપિયા સરકારના રાહત ફંડમાં અનુદાન કરી નાનાભૂલકાઓએ સંવેદના દર્શાવી. તો આ નાના ભૂલકાઓએ પોતાની બચતની 5 હજાર 700 રૂપિયા સરકારને અર્પણ કર્યા. તો અમદાવાદ પોલીસે વીડિયો ટ્વીટ કરી બાળકોની આ સંવેદનશીલતાને જનતા સુધી પહોંચાડી છે. અમદાવાદના આ નાના ભૂલકાઓએ સરકારની મદદ માટે હાથ આગળ વધારી પોતાની યથાશક્તિ અર્પણ કરી છે.. સલામ છે આ નાના ભૂલકાઓને! અમદાવાદના ત્રણ બાળકો પોતાની પીગીબેન્ક સાથે કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાની બચતના પૂરા પૈસા સરકારને અર્પણ કર્યા હતા. ઝૈદ, મોઈન અને આમેના નામના આ ત્રણ બાળકોની આ ઉદારતાને ગુજરાતની જનતા સલામ કરે છે.

Leave a Reply

Your email address will not be published.