/

ભાવનગર વહીવટી તંત્ર સજાગ, મનપા દ્વારા જાહેર સ્થળોએ કરાયો દવાનો છંટકાવ

ભાવનગર તંત્ર દ્વ્રારા કોરોના સામે સતર્ક બની પગલા લેવામાં આવી રહ્યા છે..જિલ્લામાં કોરોના પગપેસારો કરે નહીં અને પ્રસરે નહીં તે માટે વહીવટી તંત્ર દ્વ્રારા તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.. ભાવનગર જિલ્લામાં પ્રવેશતા માર્ગો બંધ કરી દેવાયા છે. તો એરપોર્ટ અને ઘોઘા દહેજ રો ફેરી સર્વિસમાં છેલ્લા 10 દિવસમાં આવેલા લોકો સાથે સંપર્ક કરી તેમની તપાસ કરાઈ રહી છે.. નોંધનીય છે કે જિલ્લામાં હજી સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.. કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વ્રારા તકેદારીના ભાગરૂપે જાહેર સ્થળો ઉપર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.. તો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્તપણે જિલ્લાના જાહેર સ્થળો, બાગ-બગીચા, અને જુદી-જુદી કચેરીઓમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો..

Leave a Reply

Your email address will not be published.