////

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા 10 હજાર કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયુ

કોરોનાકાળમાં એલોપેથી સારવારની સાથે આયુર્વેદિક સારવાર પધ્ધતિ મહત્વનો ભાગ ભજવી રહી છે. કોરોના રસીની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે “સ્વરક્ષણ હિતાય સર્વ જન સુખાય”નો મંત્ર ખરા અર્થમાં ચરિતાર્થ થઇ રહ્યો છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ જ તેમને કોરોના વાયરસથી બચાવવામાં શ્રેષ્ઠ સાબિત થઇ રહી છે.

ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા લોકોના સ્વાસ્થ્યની દરકાર કરીને “પ્રોજેક્ટ અમૃતા” શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી સંશમની વટી આયુર્વેદિક ગોળીનું વિતરણ ઠેર ઠેર હાથ ધરવામાં આવ્યુ હતું.

સમગ્ર ગુજરાતમાં 20 હજારથી પણ વધારે લોકોને સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યુ છે. જેમાંથી માત્ર અમદાવાદ શહેર અને જિલ્લામાં જ 10 હજારથી વધુ સંશમની વટીનું વિતરણ હાથ ધરવામાં આવ્યુ હતું.

સંશમની વટીની અસરકારકતા

સંશમની વટીનું સેવન, શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પર રોગપ્રતિકારક શક્તિવર્ધક, લીવર ફંકશનમાં, પાચન શક્તિમાં, તાવ, સાંધાના દુખાવા, કમળામાં અસરકારક નીવડે છે. કેન્સર, ડાયાબિટીસ, મેદસ્વિપણુ, વાયરલ અને બેક્ટેરીયલ ફીવર જેવા કે ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા રોગા સામે પણ મહદઅંશે રક્ષણ મેળવવા મદદરૂપ બને છે.

Leave a Reply

Your email address will not be published.