//

બજરંગ દળે કયાં કરી દાદાગીરી – જાણો વધુ વિગતો

આજે ૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. આજના દિવસે પ્રેમી પંખીડાઓ ચોરી છુપીથી એકબીજાને મળવા તલપાપડ બની ગયા હોય છે. બજરંગદળે અમદાવાદનાં પ્રખ્યાત રીવરફન્ટ પર પહોંચીને પ્રેમી પંખીડાઓને ત્યાંથી ભગાડી દીઘા હતાં.

દર વર્ષે વેલેન્ટાઇનડેના દિવસે બજરંગદળ સાબરમતી રિવરફન્ટ પર જઇને પ્રેમી-પંખીડાઓને માર મારી, ધાક-ધમકીઓ આપીને ભગાડે છે. આ વર્ષે પણ બજરંગ દળે કાયદો હાથમાં લઇને રિવરફન્ટ પર પ્રેમી-પંખીડાઓ પર લાઠી ચાર્જ કર્યો હતો. તેમજ ધમકીઓ આપીને પ્રેમી-પંખીડાઓને રિવરફન્ટથી ભગાડી દાદાગીરી કરી હતી. જેનો વીડિયો શોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

હવે પશ્ન એ થાય છે કે મોટી-મોટી વાતો કરતી પોલીસ બજરંગદળ સામે કેમ કોઇ કાર્યવાહી કરતી નથી. તેમજ કાયદાને હાથમાં લઇ પ્રેમી પંખીડાઓ સાથે કરાતા ગેરવર્તન જે બજરંગ કરે છે દર વર્ષે એ કેટલુ યોગ્ય છે ? શોશિયલ મીડિયામાં માર મારતા તેમજ પ્રેમી પંખીડાઓને ભગાડતા વાયરલ થયેલા વીડિયોને જોતા પણ પોલીસ બજરંગદળને છાવળી રહી છે.

અમદાવાદના રિવરફન્ટ પર પ્રેમી પંખીડાઓને બજરંગદળના કાર્યકતાઓએ સૂત્રોચ્ચાર સાથે બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. કાર્યકરો રિવરફન્ટ પર દંડાઓ લઇને આવીયા હતાં. જેથી પ્રેમી પંખીડાઓને માર મારી રીવરફન્ટથી ભગાડયા હતાં. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ બજરંગ દળના કાર્યકરોએ રિવરફન્ટ પર બેઠેલા પ્રેમી-પંખીડાઓને પત્રિકાઓ આપી હતી. જેમાં આપણી સંસ્કૃતિની રક્ષા કરો અને લવ જેહાદથી બચો તેવું લખેલું હતું.

Leave a Reply

Your email address will not be published.