////

અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધવાના પગલે શહેરની પરિસ્થિતિ વધુ ગંભીર થઈ છે. ત્યારે અમદાવાદમાં આજે શુક્રવારે રાત્રે 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી સતર્કતાને પગલે ST બસની સેવા પણ બંધ રહેશે.

મહત્વનું છે કે રાત્રે 9 કલાક બાદ શહેરમાં ST બસના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આજથી કર્ફ્યૂને લઈ અમદાવાદમાં STના અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. બહારગામથી અમદાવાદ થઈને જતી બસ પણ બાયપાસ થઈને જતી રહેશે. જ્યારે અમદાવાદમાં રાતે ઉપડતી બસ બંધ રાખવાનો નિર્ણય ST વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે ડો.રાજીવ ગુપ્તાએ ગઇકાલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય તે માટે આગમચેતીના પગલા લેવાની જરૂર છે. તેથી સોમવાર રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી કર્ફ્યૂ રહેશે. નોંધનીય છે કે 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ હટાવવામાં આવ્યો હતો.

શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસ અંગે મોટો નિર્ણય

  • અમદાવાદમાં આજે શુક્રવારથી કર્ફ્યૂની જાહેરાત
  • આજે શુક્રવાર રાત્રીના 9થી સોમવાર સવારે 6 કલાક સુધી કર્ફ્યૂની જાહેરાત
  • સરકાર સાથે પરામર્શ કર્યા બાદ AMC તરફથી અધિક મુખ્ય સચિવની જાહેરાત
  • ડો.રાજીવકુમાર ગુપ્તા એ કરી જાહેરાત
  • અમદાવાદના દર્દીઓ માટે 900 નવા બેડ તૈયાર કરવામાં આવ્યાં
  • સોલા સિવિલમાં 400 બેડ, અસારવા સિવિલ કેમ્પસમાં 400 બેડ અને ગાંધીનગર સિવિલમાં 100 બેડ વધારવામાં આવ્યાં
  • સરકાર દ્વારા 300 વધુ તબીબો અને 300 મેડિકલ સ્ટુડન્ટસ પણ ફાળવવામાં આવ્યાં
  • 108 એમ્બ્યુલન્સ સેવાની સંખ્યા 20થી વધારી 40 કરાઈ

Leave a Reply

Your email address will not be published.