NGTનો મોટો નિર્ણય : દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ તથા ફોડવા પર પ્રતિબંધ

દિવાળી આવી રહી છે, ત્યારે લોકોનું ધ્યાન ફટાકડા ફોડવા કે નહીં તેના પર છે. ત્યારે દેશમાં કેટલાક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તો કેટલાક રાજ્યમાં હજુ આ અંગે નિર્ણય કરાયો નથી. ત્યારે દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂલરે એક મોટો નિર્ણય કર્યો છે. જેમાં એનજીટીએ દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ તેમજ ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ અંગે NGTના આદેશ અનુસાર, આજે મોડી રાતથી લઈને 30 નવેમ્બર સુધી દિલ્હી-NCRમાં ફટકડાના વેચાણ તેમજ તેના ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકાર પહેલા જ ફટાકડાના વેચાણ પર રોક લગાવી ચૂકી છે. સાથે જ જે શહેરો કે નગરોમાં એર ક્વાલિટી યોગ્ય કે મોડરેટ છે, ત્યાં માત્ર ગ્રીન ફટાકડાનું વેચાણ અને ઉપયોગ કરી શકાશે. આવા સ્થાનોને ફટાકડા ફોડવા માટે માત્ર બે કલાકનો સમય આપવાનો આદેશ છે.

જોકે દેશના અન્ય ભાગોમાં ફટાકડા ફોડવા પર રોકને લઈને નિર્ણય સ્ટેટ ઑથોરિટી પર નિર્ભર કરે છે. પ્રદૂષણની સ્થિતિને જોતા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી શકે છે. રાજસ્થાન સરકારે પણ ફટાકડાના વેચાણ પર રોકનો આદેશ ના માનનારા લોકો પર 2000 રૂપિયાનો દંડ ફટકારવાની પણ જાહેરાત કરી છે. જ્યારે કોલકત્તા હાઈકોર્ટે કોરોના મહામારી વચ્ચે પ્રદૂષણને રોકવા માટે કાલી પૂજા, છઠ્ઠ પૂજા અને કારતક પૂજા પર ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

તો બીજી બાજુ મહારાષ્ટ્ર સરકારે ફટાકડા પર રોક નથી લગાવવામાં આવી નથી, પરંતુ લોકોને અપીલ કરી છે કે, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવાથી દૂર રહો. BMCએ જાહેર સ્થળો પર ફટાકડા ફોડવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ BMCના આદેશોનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી પણ દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. તો હરિયાણા સરકારે રાજ્યમાં દિવાળીની રાત્રે 8 થી 10 વાગ્યા વચ્ચે માત્ર બે કલાક માટે ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે.

આ ઉપરાંત કર્ણાટકની ભાજપ સરકારે પહેલાથી જ ફટાકડાના વેચાણ અને ફોડવા પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. જો કે બાદમાં તેમણે પોતાનું જાહેરનામું પરત લઈ લીધુ હતું. જ્યારે સિક્કિમ સરકારે પણ 4 નવેમ્બરે આગામી આદેશ સુધી રાજ્યમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ઓડિશા સરકારે પણ 10 થી 30 નવેમ્બર સુધી આખા રાજ્યમાં ફટકડાના વેચાણ અને ફોડવા પર રોક લગાવી છે.

Leave a Reply

Your email address will not be published.