રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રવિવાર રાત્રે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ, નો માસ્ક-નો એન્ટ્રી અને શુદ્ધ માટે યુદ્ધ અભિયાનની સમીક્ષા કરી હતી. આ તકે મુખ્યપ્રધાનની બેઠકમાં અનલોક-6ની ગાઈડલાઈન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને ફટાકડાના ધુમાડાથી કોરોના વાઈરસથી સંક્રમિત લોકો તેમજ સામાન્ય લોકોના સ્વાસ્થ્યને લઈ રાજ્ય સરકારે ફટાકડાના વેચાણ પર તેમજ આતિશબાજી કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમજ ધુમાડાથી પ્રદુષણ ફેલાવનારા વાહનો પર પણ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
રાજ્યમાં મહત્વ પુર્ણ નિર્ણય લેતા મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે, કોરોના મહામારીના આ પડકારમાં પ્રદેશવાસીઓના જીવનની રક્ષા સરકાર માટે સર્વેપરી છે. તેઓએ કહ્યું કે, આતિશબાજીથી નીકળનાર ધુમાડાના કારણે કોરોના સંક્રમિત દર્દીની સાથે શ્વાસની બિમારીના રોગીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે દીવાળી પર લોકો આતિશબાજીથી બચે.
આ વચ્ચે મહત્વનો નિર્મય લેતા મુખ્યપ્રધાન ગેહલોતે ફટાકડાના વેંચાણ માટે અસ્થાયી લાયસન્સ પર પણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યા છે. મુખ્યપ્રધાને કહ્યું કે, લગ્ન તેમજ અન્ય સમારોહમાં પણ આતિશબાજી રોકવામા આવે.