///

બનાસ ડેરીનો નિર્ણય- લોકડાઉનના સમય દરમિયાન બનાસ ડેરી ખરીદશે ખેત પેદાશ

લોકડાઉનના કારણે શહેરીજનો અને ગ્રામ્યજનોની આર્થિક પરિસ્થિતી કફોડી બની છે. ધંધા, રોજગાર ઠપ બન્યા છે. લોકડાઉનના કારણે ગ્રામીણ વિસ્તારમાં પણ નોંધપાત્ર નુકસાન થઈ રહ્યુ છે ત્યારે બનાસ ડેરી દ્વ્રારા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે.લોકડાઉનના સમય દરમિયાન બનાસ ડેરી દ્વારા ખેત પેદાશની ખરીદી કરવામાં આવશે. તો બનાસ દાણના રો મટિરિયલને પૂરુ કરવા બનાસ ડેરી દ્વારા ખેતપેદાશની ખરીદી કરાશે. જેના પગલે બનાસ ડેરી સાથે સંકળાયેલી મંડળીઓમાં ખેડૂતો પોતાનો પાક વેચી શકશે. નોંધનીય છે કે ઘઉં, બાજરી, અને જુવાર જેવા પાકના ઉપયોગથી બનાસ દાણ બનાવવામાં આવ છે. લોકડાઉનના કારણે માર્કેટ યાર્ડ બંધ હોવાથી ખેડૂતો પોતાના ગામમાંજ પોતાની ખેત પેદાશ વેચી શકશે.

Leave a Reply

Your email address will not be published.