//

બનાસકાંઠાનો ભણેલો-ગણેલા યુવકે બળદગાડામાં જોડી જાન

પહેલાનાં સમયમાં લોકો બળદગાડામાં લગ્રપ્રસંગમાં વરરાજાની જાન લઇને જતા હતાં. આજે આધુનિક યુગમાં લોકો લગ્રપ્રસંગમાં મોટી-મોટી લકઝરિસ ગાડીઓ લઇને વરરાજાની જાન લઇને જતાં હોય છે. પરંતુ આજે બનાસકાંઠાનાં વડગામ તાલુકાનાં માલોસણા ગામમાં એક સંસ્કૃતિ પ્રેમી શિક્ષિત યુવકે બળદગાડામાં જાન જોડીને જઇને આપણા જુના વારસાની ઝાંખી કરાવી હતી.

આ યુવાનની બળદગાડામાં જતી જાનને જોવા આજુબાજુના ગામના લોકો એકઠા થયાં હતાં. યુવકે બળદગાડામાં માલેસણા ગામથી ૨ કિલોમીટર દૂર મંદીર સુધી બળદગાડામાં બેસી જોડેલી જાન કાઢી હતી.

બનાસકાંઠાના માલોસણા ગામે હિંદુ ધર્મનો જુનો અને ભવ્ય વારસાની ઝાંખી કરી સંસ્કૃતિને જાળવી રાખવા શિક્ષિત યુવકે અનોખી પહેલ કરી હતી. યુવક બળદગાડામાં જાન લઇને આવવાનો છે તે દુલ્હન કે તેના પરિવારજનોને પણ ખબર નહતી. જોકે બળદગાડામાં આવેલી જાનને જોઇને દુલ્હન અને તેના પરિવારજનોને ગૌરવ અનુભવ્યો હતો. આવી જાન જોઇને કન્યાપક્ષ ખુશ થઇને વરરાજાનો આભાર માન્યો હતો. 

Leave a Reply

Your email address will not be published.