/

ગર્ભવતી મહિલાના નામે બેંકમાં કૌભાંડ આચરનાર કોણ ?

આજના આધુનિક યુગમાં પણ સ્ત્રીઓને પુરુષોની હરોળમાં ગણવાની ખાલી વાતો જ થાય છે. પરંતુ હકીકત કંઇ જુદી જ હોય છે. નોકરી કરતી મહિલાઓને પુરુષો શારીરીક, આર્થિક કે માનસીક ત્રાસ આપતા હોય છે. આવો જ એક કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે. બેન્કમાં ફરજ બજાવતી ગર્ભવતી મહિલાને પુરુષ કર્મચારી દ્વારા ત્રાસ ગુજારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મહિલા કર્મચારીએ બેન્કમાં ચાલતા કૌભાંડો સામે વિરોધ કર્યો હતો. જેને લઇને રોષે ભરાયેલા પુરુષ કર્મચારીએ મહિલાને દાઝમાં રાખી હતી.બેન્કમાં ફરજ બજાવતી પ્રિયંકાનામની મહિલા ગર્ભવતી હતી. જેથી પ્રસુતિ દરમિયાન બેન્કમાંથી રજા મેળવી હતી. બાદમાં તેની ગેરહાજરીનો લાભ ઉઠાવી કલ્પેશ નકુમે તેનાં નામે કૌભાંડ આર્ચયુ હતું. કલ્પેશ નકુમે પ્રિયંકાબેનના આઇડી પાર્સવડ મેળવી લીધા હતાં. બાદમાં ફિકસ ડિપોઝિટને પાછલા વર્ષોમાં બતાવી ઓવર ડ્રાફટ લીધો હતો.

ફિકસ ડિપોઝિટને પાછલા વર્ષોમાં બતાવીને બેન્કમાંથી વધારે રકમનું વ્યાજ મેળવીને ઉપાડવાનું કૌંભાડ કર્યુ હતું. કલ્પેશ નકુમે આવા અન્ય કૌભાંડો પહેલા પણ કર્યા હતાં. જેનો પ્રિયંકાબેને ભાંડો ફોડયો હતો. જેની દાઝ રાખીને પ્રિયંકાબેનને ખોટી હેરાનગતિ કરવામાં આવતી હતી. જેથી પ્રિયંકા બહેને આ મામલે R.B.Iમાં કલ્પેશ વિરુદ્વ ફરિયાદ કરી હતી. જેથી બેન્કે પ્રિયંકાબેનને માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું તેમજ પ્રિયંકાબેનને તેના વતનથી ૩૨૦ કિલોમીટર દૂર બદલી કરીને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હતાં. કલ્પેશ નકુમે અન્ય પણ આવા કૌભાંડો કર્યા છે. જેમાં ત્રાહિત વ્યકિતના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવયું હતું. જેમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરેલા છે. જયારે પ્રિયંકાને આ વાતની જાણ થઇ તો તેને કલ્પેશને ફોન કરીને આ મામલે પુછતાજ કરી હતી. જેમાં કલ્પેશે પોતે કરેલા કૌભાંડોની વાત કબુલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.