////

અમદાવાદમાં BCCIની આજે વાર્ષિક સભા, મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ફ્રેન્ડલી મેચમાં જય શાહની ટીમ બની વિજેતા

Maharashtra, Mar 14 (ANI): BCCI President Sourav Ganguly with Secretary of the Board of Control for Cricket in India Jay Amit Shah arrives to attend the Governing Council meeting for the Indian Premier League (IPL), in Mumbai on Saturday. (ANI Photo)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સભા અમદાવાદ ખાતે આજે ગુરૂવારે યોજાશે. તે પહેલા BCCIના હોદેદારો વચ્ચે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સરદાર પટેલ મોટેરા ખાતે બુધવારે બપોરે 3 કલાકે એક ફ્રેન્ડલી મેચ રમાઇ હતી. આ મેચ પહેલાં તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરાયાં હતાં. જય શાહ અને સૌરવ ગાંગુલીની ટીમ વચ્ચે 12-12 ઓવરની ફ્રેન્ડલી મેચ રમાઇ હતી. જેમાં સેક્રેટરી ઇલેવન જય શાહની ટીમ 28 રને વિજેતા બની હતી.

પ્રથમ બેટીંગ કરતાં સૌરવ ગાંગુલીની ટીમે 4 વિકેટે 100 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં સૌરવ ગાંગુલીએ સૌથી વધુ 53 રન બનાવ્યાં હતાં. તેની સામે જય શાહની ટીમે 12 ઓવરમાં ત્રણ વિકેટે 128 રન કર્યા હતાં. જેમાં જય શાહે સૌથી વધુ 38 રન બનાવ્યા હતાં.

સેફ્ટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ મેચ પણ બાયોબબલ હેઠળ રમાડવામાં આવી હતી. મહત્વનું છે કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થનારી 2 ડે-નાઇટ ટેસ્ટ મેચ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાશે. અહીં ચાર મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ રમાશે. તે સિવાય ઇંગ્લેન્ડ સિરીઝની ચોથી મેચ પણ અહીં જ રમાશે.

ઉલ્લેખનિય છે કે, એક લાખ 10 હજાર દર્શકોની ક્ષમતા ધરાવનારા આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. જેમાં ભારતીય ટીમ બે ડે-નાઇટ ટેસ્ટ મેચ ઉપરાંચ પાંચ T-20 ઇન્ટરનેશનલ મેચ પણ અમદાવાદ ખાતે જ રમશે. મહત્વનું છે કે આ એજ સ્ટેડિયમ છે જ્યાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રેમ્પનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો.

આજે ગુરુવારે અમદાવાદની તાજ હોટલ ખાતે BCCIની વાર્ષિક બેઠક યોજાશે. જેમાં બે નવી આઇપીએલ ફ્રેન્ચાઇઝી અને BCCIના નવા વાઇસ પ્રેસિડેન્ટ અંગેની ચર્ચા થઇ શકે છે. આ તકે આઇપીએલની 10 ટીમની ભાગીદારીને પણ મંજૂરી મળી શકે છે. જેમાં ગૌતમ અદાણી અને સંજીવ ગોએન્કા ટીમોને ખરીદવામાં રસ ધરાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.