/

૧ અપ્રીલ બાદ જો તમે વાહન ખરીદીમા છેતરાવાના માગતા હોઈ તો આ સમાચાર મહત્વના

સુપ્રીમ કોર્ટ દ્વારા એક એપ્રિલ બાદ બીએસ ફોર એન્જિન ધરાવતા વાહનોના વેચાણ અને પ્રોડકશન પર રોક લગાવવાનો આદેશ કર્યો છે .ત્યારે અમદાવાદ આરટીઓ દ્વારા આજે તમામ વાહનોનું વેચાણ કરતાં ડીલરો ની બેઠક બોલાવવામાં આવી હતી .જેમાં આરટીઓ દ્વારા તમામ ડીલરો ને 25 માર્ચ પહેલા તમામ બીએસ ફોર એન્જિન ધરાવતા વાહનો વેચી અને તેનું રજિસ્ટ્રેશન આરટીઓ માં કરાવી લેવા સૂચનાઓ આપવામાં આવી છે .

અમદાવાદ શહેરની અંદર ૨૦૦ થી પણ વધારે ડીલરો પાસે દસ હજારથી પણ વધારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બીએસ ફોર એન્જિન ધરાવતા નવા વાહનો શો રૂમની અંદર પડ્યા છે .ત્યારે આ વાહનો આવનારા સમયમાં ડિલરો માટે ન ભંગાર બની ન જાય .અને એ વાહનો ત્યારબાદ કોઈ કસ્ટમર ખરીદી પણ ન કરે .તેના માટે અમદાવાદ આરટીઓ દ્વારા જરૂરી સુચનો આપવામાં આવ્યા છે .

એક એપ્રિલ બાદ બીએસ ફોર એન્જિન વાળા હશે અને ડીલરો ના શોરૂમ પર પડ્યા હશે એ વાહનોનું કોઈપણ આરટીઓ કચેરી ની અંદર રજીસ્ટ્રેશન નહીં થાય .એટલે કે આ વાહનો કોઈપણ કસ્ટમર ઓછા ભાવે પણ ખરીદશે તો એ વાહનોની સરકારી ચોપડે કોઈપણ પ્રકારની નોંધ નહીં હોય .એવામાં સુપ્રીમ કોર્ટના કાયદા અનુસાર તમામ ડીલરો પાસે પડેલા BS4 એન્જિનના વાહનો 1 એપ્રિલ પહેલાં રજિસ્ટ્રેશન કરાવી અને વેચાણ કરવું એ ખૂબ જરૂરી છે ૧ એપ્રીલ બાદ આવા તમામ વાહનો માટે શોભાના ગાંઠિયા સમાન બની જશે.

Leave a Reply

Your email address will not be published.