//

અમદાવાદમાં વધતા સંક્રમણ વચ્ચે બેડ તથા એમ્બ્યુલન્સ વાનમાં વધારો કરાયો

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા દ્વારા 108 એમ્બ્યુલન્સના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તે દરમિયાન જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા બે દિવસમાં કોર્પોરેશન દ્વારા 1300 બેડનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં SVPમાં 300 બેડનો પણ વધારો કરવામાં આવશે. આ ઉપરાંત જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હજુ વધુ બેડ વધારવામાં આવશે.

વધુ જણાવ્યું હતું કે હવે 108ની 63 એમ્બ્યુલન્સ વાન કોરોના માટે ફાળવવામાં આવી છે, જેને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. અત્યાર સુધી શહેરમાં કોરોનાના દર્દીઓ માટે 20 એમ્બ્યુલન્સ 108 દ્વારા ફાળવવામાં આવી હતી. ત્યારબાદ 3 દિવસ પહેલા જરૂર જણાતા 20 એમ્બ્યુલન્સ વધારીને 40 એમ્બ્યુલન્સ કરવામાં આવી હતી.

આજથી 108ની 63 એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત રહેશે. આ ઉપરાંત ડોર ટુ ડોર ઓ.પી.ડી માટેની 104 મોબાઈલ વાનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજથી 104 એમ્બ્યુલન્સનો 160 મોબાઈલ વાન કાર્યરત રહેશે. તેમજ આગામી બે દિવસમાં તેને વધારીને 225 સુધી કરવામાં આવશે.

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 1515 કોરોનાના કેસ સામે આવ્યા છે. જયારે 9 લોકોના મોત નિપજ્યાં છે. જેના પગલે કુલ મૃત્યુંઆંક 3846 પર પહોંચ્યો છે. આ ઉપરાંત છેલ્લા 224 કલાકમાં 1271 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જો કે, રાજ્યમાં રિકવરી રેટ 91.26 ટકાએ પહોંચ્યોં છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતના કુલ કેસ 1,95,917 પર પહોંચ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.