નવા કૃષિ કાયદાને લઇને ખેડૂતો છેલ્લા 12 દિવસથી હજારોની સંખ્યામાં દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારની સાથે વાતચીત બાદ પણ ખેડૂતોનું કોઇ નિરાકરણ નથી આવ્યું. આજે પણ પોતાની માગો પર દેશનો ખેડૂત અડગ છે. તેવામાં સોમવારે પંજાબના 20 ખેડૂત સંગઠનના નેતાઓએ કેન્દ્રને પોતાનું સમર્થન આપતા કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી.
Delhi: A delegation of 20 farmers mainly from Haryana met Union Agriculture Minister Narendra Singh Tomar today to lend support to the farm laws. pic.twitter.com/SiFAoqhDUF
— ANI (@ANI) December 7, 2020
તે દરમિયાન તોમરે કહ્યું કે ખેડૂત પોતાના પાકને રોકી શકતો નથી. એટલા માટે તેને પાકના વ્યાજબી ભાવ મળતા નથી. મંડીઓમાં શું સ્થિતિ છે, તેનાથી તમામ વાકેફ છે. આ પરિસ્થિતિને બદલવા માટે વડાપ્રધાન મોદીએ ત્રણ નવા કૃષિ બિલ સંસદમાં રજૂ કર્યા હતાં. જે પછી કાયદો બની ગયો. કેન્દ્ર સરકારનો પ્રયત્ન છે કે ખેતીના ક્ષેત્રમાં ખાનગી રોકાણ ખેડૂતો સુધી પહોંચે.
ખાનગી રોકાણના દરવાજા કૃષિ કાયદાથી ખુલી શકે છે. આ રોકાણથી ખેતીમાં ફાયદો થશે. તો બીજી તરફ ખાનગી રોકાણના લીધે ગામમાં પણ રોજગારની તકો વધશે. તેના લીધે બે કરોડની લોન પર 3 ટકા વ્યાજની સબસિડી પણ મળે છે. પરંતુ ખેડૂત નેતા તેને સમજી રહ્યા નથી. તે આંદોલન પર અડગ છે. તેમણે આગળ કહ્યું કે આ આંદોલન તો ચાલશે, અમે તેને પહોંચી વળીશું.
ઉલ્લેખનિય છે કે નવા કૃષિ કાયદાના વિરોધમાં ગત 11 દિવસોથી દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને તેજ કરતાં ખેડૂતોએ આજે મંગળવારે દેશવ્યાપી ભારત બંધનું આહવાન કર્યું છે. ભલે તે ખેડૂત નેતા આ બંધને શાંતિપૂર્ણ ગણાવી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરતાં સતર્ક રહેવા માટે કહ્યું છે. આ સાથે જ કોઇપણ અપ્રિય ઘટના માટે સુરક્ષા માટે વ્યવસ્થા કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે.