/

કોરોના વાઇરસની વેક્સીનના પરિવહન માટે છે આવી તૈયારીઓ

કોરોનાની રસી આવ્યા બાદ તેના પરિવહન માટે ભારતના મુખ્ય એરપોર્ટ્સ પર ઉડાનો અને તાપમાન નિયંત્રિત વિસ્તારોને તૈયાર રાખવામાં આવી રહ્યા છે.

આ તકે વેક્સીનને લઇને હવાઇ માર્ગથી પરિવહન કરનારા ઓપરેટરોએ તૈયારી શરુ કરી દીધી છે. તેવા સમયે જ્યારે ભારત સરકાર રસી બનાવી રહેલી વિશ્વની પ્રમુખ ફાર્મા કંપનીઓના સંપર્કમાં છે. આ તૈયારીઓ નાગરિકોને આવતા વર્ષની શરુઆતમાં રસી પુરી પાડવામાં મદદ કરશે.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આતંરરાષ્ટ્રીય એરપોર્ટથી સૌથી વધુ દવાઓનું પરિવહન થાય છે. અહીંના અધિકારીઓના જણાવ્યાં અનુસાર રસીના પરિવહન માટે ઓપરેટરોને ટાઈમ સ્લોટ આપવામાં આવ્યા છે. તેમને ઉડાનોની તારીખ અને સમય બદલવાની તક મળશે. અહીં મોટા ભાગના સમયે ટ્રકમાં માલ ઉતાર અને ચઢાવ વાળા વિસ્તારમાં, એક્સરે મશીન અને યૂનિટ લોડ ડિવાઈસ મુકવામાં આવશે.

વિભિન્ન એર કાર્ગો ઓપરેટરોના જણાવ્યાં અનુસાર ભારતમાં રસીના વધતા સ્તર પર અને ઓછા સમયમાં પહોંચવું પડકાર ભર્યુ કામ રહેશે. એટલા માટે વિશેષ તૈયારીઓની જરુરીયાત છે. જેમાં સામેલ બ્લૂ ડાર્ટની પાસે છ 757 બોઈંગ માલ વિમાન છે. તે જરુરિયાત હોવા પર ચાર્ટર વિમાન પણ કામ પર લાગવાની તૈયારીમાં છે.

રસીની વિશેષ જરુરિયાતોને જોતા તેને મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, કોલકત્તા, દિલ્હી અને બેંગ્લોરમાં પોતાના વિશેષ ફાર્મા કંડીશન સ્ટોર રુમ તૈયાર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.