/

ભગીરથ કાર્ય – અવિરત ભોજન યજ્ઞ અને ફૂડ પેકેટ્સ કિટનું વિતરણ

કોરોના વાયરસ સામે લડવા એક બાજુ લોકો ઘરમાં રહીને સહયોગ આપી રહ્યા છે ત્યારે બીજી બાજુ લોકો શ્રમિકો અને ગરિબોની મદદ કરવા આગળ આવી આર્થિક સહાય કરી રહ્યા છે. લોકડાઉનના પગલે રાજ્યના શ્રમિકો અને ગરીબ વર્ગની હાલત દયનીય બની છે ત્યારે કોરોના વાયરસની મહામારી સામે લડવા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા કચ્છનું મુદ્રા શહેર આગળ આવ્યું છે. સેવા એજ સાચ્ચો ધર્મ છે સૂત્રને સાબિત કરતા સેવા સાધના મુંદ્રા નગર દ્વારા ભોજન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાથેજ ગરીબ પરિવારજનો માટે દૈનિક 5 હજાર ફૂડ પેકેટ્સ કીટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે નગરજનો માટે ભાજનયજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે જેથી લોકો જરૂરિયાતમંદ લોકો ભરપેટ જમી શકે. લોકડાઉનના કારણે દેશની શ્રમિક વગર્ની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ત્યારે લોકો દ્વારા સેવા કરવામાં આવતા શ્રમિકોને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને હરાવવા લોકો દ્વારા આગેકૂચ કરવામાં આવી છે જે ખૂબજ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.