///

રાજ્યના આ શહેરમાં ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનનું થશે ઉત્પાદન

ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સિન બનવાની જાહેરાત થઈ છે. ત્યારે હવે વેક્સિન બનાવવામાં ગુજરાતનો મોટો રોલ હશે. ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને એમડી સૂચિત્રા એલ્લાએ ટ્વિટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં ઉત્પાદન શરૂ કરશે. જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, જ્યારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતા પ્રાપ્ત અપાઈ છે. ત્યારે હવે કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે. દેશભરમાં વેક્સિનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સિનની જરૂરિયાત છે. તેથી વેક્સિનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે. તેવામાં અંકલેશ્વર સ્થિત સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદન ક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.

હાલ માત્ર હૈદરાબાદ અને બેંગલુરુમાં જ કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતનું નામ પણ તેમાં જોડાયું છે. આમ, કોરોના મહામારી નાથવામાં ગુજરાતનો પણ મોટો ફાળો રહેશે.

Leave a Reply

Your email address will not be published.