
રાજયસભાની ચૂંટણીને લઇને ગણતરીના દિવસો બાકી છે. જેથી રાજયસભાનાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યુ છે. ભરતસિંહ સોલંકીએ રાજયસભા અંગે નિવેદન આપી જણાવ્યુ હતુ કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસે ગુજરાતમાંથી શકિતસિંહ અને મને ઉમેદવાર બનાવ્યા છે. રાજયસભાનું મહત્વ પહેલા કરતા વધી ગયુ છે. લોકશાહીની પ્રકિયામાં વિજિલન્સની સૌથી મોટી સંસ્થા રાજયસભા છે. કોંગ્રેસે અમને ઉમેદવાર બનાવ્યા ત્યારે અમારી જવાબદારી વધી જાય છે. ગુજરાતનું હીત અમારા માટે મહત્વનું છે. ભાજપ જે દાવા કરે હજી નામાકંન ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ તેમની પરંપરાગત તોડફોડની નીતિ ભલે અપનાવતા પરંતુ કોંગ્રેસનાં ધારાસભ્યો નિષ્ઠાવાન અને પ્રામાણિક છે. કોંગ્રેસ બંને બેઠકો જીતશે તેવો વિશ્વાસ છે. અમે તોડફોડની નીતીમાં માનતા નથી. ગુજરાતની સરકાર તૂટે એવા અનેક એંધાણો જોયા છે. છતાં કોંગ્રેસ તોડવાનો કયારેય પ્રયાસ કર્યો નથી.
આજે વલસાડમાં કોંગ્રી નેતા ગૌરવ પંડયાએ ટવીટ કરી જણાવ્યુ હતુ કે કોંગ્રેસે પાટીદાર ધારાસભ્યોને રાજયસભામાં ના મોકલતા કોંગ્રેસને જ મોટુ નુકશાન થશે તેવું જણાવ્યુ હતું. જેથી આ મુદ્દે ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, કોઇના વ્યકિતગત અભિપ્રાય અંગે હું કોઇ ટિપ્પણી કરવા માંગતો નથી. પાટીદાર ઓબીસી દલિત આદિવાસી સમાજના તમામ વર્ગના ધારાસભ્યો એક લાઇનમાં રહીને ભાજપને જબરજસ્ત અનુભવ કરાવશે. એહમદ પટેલ વખતે જે અનુભવ ભાજપને થયો તેવો અનુભવ થશે. કાટલાક લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારે પ્રજાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. ગુજરાતનો ઇતિહાસ છે કે ગુજરાતની પ્રજા નિષ્ઠાવાન અને પ્રામાણિક છે.