કોમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાને NCBએ ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ દંપતિના વકીલે જામીન અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટ 23 નવેમ્બર એટલે કે આજે અરજી પર સુનાવણી હાથ ધરશે.
મુંબઈની એક અદાલતે કૉમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. NCB એ શનિવારના રોજ સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહના પ્રોડ્ક્શન ઓફિસ અને ઘર પર દરોડા પાડ્યા હતાં. તે દરમિયાન બંન્ને જગ્યાએથી ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ ભારતી સિંહ અને તેમના પતિ હર્ષની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે દંપતિના વકીલે જામીન અરજી દાખલ કરી હતી જે જામીન અરજી પર કોર્ટ આજરોજ સોમવારે સુનાવણી હાથ કરશે.
NCBએ ભારતીની શનિવારના રોજ ધરપકડ કરી હતી. ત્યારબાદ રવિવાર સવારે તેમના પતિની ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે બપોરના દંપતિને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં કોર્ટે આ દંપતિને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
ઉલ્લેખનિય છે કે ભારતી સિંહ ટીવી પર કેટલાક કોમેડી અને રિયાલિટી શોમાં જોવા મળે છે. NCB જૂન મહિનામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં નશીલા પદાર્થોના કથિત સેવનની તપાસ કરી રહી છે.