//

ભરૂચમાં ભિક્ષુકમાતાના મોત બાદ ૩ વર્ષીય બાળકીની કરુણાંતિકાઃ પિતા બાદ માતાની છત્રછાયા ગુમાવી

ભરૂચ ખાતે આવેલા દાંડિયા બજાર વિસ્તારમાં એક ભિક્ષુક મહિલા દવાખાનામાં મૃત્યુ પામી હતી. ભિક્ષુક મહિલા તેની ૩ વર્ષની બાળકી સાથે ફુટપાટ પર રહેતી હતી અને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. મહિલા બિમાર હોવાથી અચાનક હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી. તેને જોઇને તેની ૩ વર્ષની દીકરી હૈયાફાટ રૃદન રડી રહી હતી. માતાના મોતથી અજાણ ૩ વર્ષની બાળકી પોતાની માતાને વારંવાર ઉઠાડવાનાં પ્રયત્નો કરી રહી હતી. બાળકી ડરી ગઇ હતી. બાળકી પોતાની માતા પર હેત વરસાવીને ઉઠાડી રહી હતી. પરંતુ અનેક પ્રયાસો કર્યા બાદ બાળકી માતા એ જવાબ ના આપ્યો. બાળકીનું રુદન જોતા તેમજ આ કરુણ દૃશ્ય જોતાં હોસ્પિટલના તબીબો, ડોકટરો નર્સો સહિતનો સ્ટાફનાં આંખમાં પણ આંસુ આવી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર ભરૃચમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

ભિક્ષુક મહિલાનાં પતિનું ૮ મહિના પહેલા મોત નિપજયું હતું. ભિક્ષુક મહિલા ભીખ માંગીને પોતાનું તેમજ તેની ૩ વર્ષીય બાળકીનું ગુજરાન ચલાવતી હતી. તેમજ રાત્રે જયાં જગ્યા મળે ત્યાં રાત પ્રસાર કરતી હતી. ભિક્ષુક મહિલા અને તેની બાળકીને તેના પરિવારજનોએ તરછોડી દીધી હતી. મહિલાના મોત બાદ પરિવારજનોને જાણ કરાતા પરિવારે મૃતદેહને તરછોડી દીધો હતો. તેમજ અંતિમ સંસ્કાર કરવાની પણ ના પાડી હાથ અધ્ધર કરી દીધા હતાં. પરંતુ સામાજીક કાર્યકરે મહિલાની અંતિમવિધિ કરી હતી. તેમજ તેની ૩ વર્ષિય બાળકીને જુવેનાઇલ હોમમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.