/

ભાવનગર સિદસર રસ્તો કે ખાડામાં રસ્તો : જાણો વિગતો

ભાવનગર સિદસર રસ્તો ઘણા લાંબા સમયથી ખોડીને ગાડામાર્ગ જેવો કરી દેવામાં આવ્યો છે. જેને લઇને રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડે છે.  રસ્તાના ખોદકામને લઇને અવાર-નવાર અકસ્માતો પણ સર્જાય છે. આ રસ્તા પર માટીના મોટા ગંજ જોવા મળી રહ્યા છે. જેને લઇને અનેક રજુઆતો કરી હોવા છતાં પણ કોર્પોરેશન કે અન્ય અધિકારીઓ કંઇજ ધ્યાન આપતા નથી.

સિદસર ભાવનગર રસ્તાનું હાલ ફોરલેનનું કામ ચાલુ છે. ઘણા સમયથી આ સમ્સ્યાને લઇને ટુ વ્હીલ ચાલકોને ઘૂળની ડમરીના કારણે આંખોને મોટું નુકશાન થાય છે અને આજુ-બાજુના ખેતરોમાં ઉભા રહેલા મોલને પ્રદુષણના કારણે મસમોટુ નુકશાન થઇ રહ્યુ છે. આ બાબતે ખેડુત એકતા મંચનાં મહામંત્રી નરેશભાઇ ડાખરાએ અનેક વખત લાગતા-વળગતા વિભાગોને લેખિત અને મૈાખિક રજુઆતો કરી છે છતાં કોઇ પરિણામ નહીં આવતા ખેડુત એકતા મંચ ગ્રામજનોને સાથે રાખીને તંત્ર સામે આશ્ચર્ય જનક કાર્યકમો આપવાની તૈયારી કરી લીધી છે. 

Leave a Reply

Your email address will not be published.