/

ભુજમાં શિક્ષણ જગતને કલંકિત કરતો મામલો : જાણો સંપૂર્ણ વિગતો

ભુજ શહેરની સહજાનંદ ઇન્સિટયુટમાં માસિક ધર્મ અંગે વિધાર્થીનીઓની તપાસ કરાતા વિધાર્થીનીઓએ આ મામલે સંચાલકો સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ મામલાની સમગ્ર ગુજરાત રાજયમાં સંચાલકો વિરુદ્વ લોકોમાં ઉગ્ર રોષ પેદા થયો છે. જેથી ડીઇઓ પ્રજાપતિએ જણવ્યુ કે, આ કોલેજનો પશ્ન હોવાથી ઇન્ચાર્જ વીસી દર્શનાબેન ધોળકીયા અને રજીસ્ટાર ડો. સેજલ શેઠ તપાસ માટે ગયા હતાં.

શું હતો સમગ્ર મામલો ?

વિધાર્થીનીઓને ચાલુ કલાસે બહાર બેસાડી માર્સિક ધર્મ અંગે પુછતાજ કરી હતી. બાદમાં માર્સિક ધર્મ અંગે વિધાર્થીનીઓને વારાફરથી વોશરૃમમાં લઇ જઇને તેમની કપડા ઉતારીને તપાસ કરી હતી. જેથી આ શરમજનક બાબતનો વિરોધ કરતાં વિધાર્થીનીઓને ધમકી આપી હતી કે, જો તમારે વિરોધ કરવો હોય તો હોસ્ટેલ છોડીને જઇ શકો છો તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની તપાસ થતી રહેશે. જેને અભ્યાસ કરવો હોયએ કરે બાકી પોતાના ઘરે જઇ શકે છે. બાકી જે થાય તે કરી લો તેવી ચિમકી પણ આપી હતી.

અમે હોસ્ટેલનાં નિયમોનું પાલન કરીએ છીએ : વિધાર્થીનીઓ

સહજાનંદ ગર્લ્સ ઇન્સિટયુટની વિધાર્થીનીઓએ જણાવ્યુ કે અમે સંસ્થાનાં બધા નિયમોનું પાલન કરીએ છીએ. અમે નિયમ તોડીએ તો અમને સજા આપવામાં આવે છે. અમે માસિક ધર્મનાં નિયમોનું પણ પાલન કરીએ છીએ. છતાં અમને છેલ્લા ઘણા સમયથી માનસીક ત્રાસ આપવામાં આવે છે. અમે સંચાલકો સામે વિરોધ કર્યો છે. જેથી અમને અમારા પરિણામ પર તેની અસર પડવાની શકયતા છે.

ડે.સીએમ નિતીન પટેલની પ્રતિકિયા

આ મામલે નીતીન પટેલે પોતાની પ્રતિકિયા આપતા મીડીયા સમક્ષ જણાવ્યુ હતુ કે, જે કંઇ બન્યુ છે તે યોગ્ય ન કહેવાય. દરેક વસ્તુની દરેક પદ્વતિ હોય છે. શિક્ષણ વિભાગનો પ્રશ્ન છે મને વિશ્વાસ છે કે શિક્ષણ વિભાગ યોગ્ય પગલા લેશે.

સંસ્થાએ પોતાનો લુલો બચાવ કર્યો

સંસ્થાના પ્રવીણભાઇ પીંડોરિયાએ સંસ્થાનો આ મામલે બચાવ કરતા જણાવ્યુ કે સંસ્થાએ સેનેટરી પેડના નિકાલ માટે ૧ લાખના ખર્ચે મશીન વસાવ્યુ છે. સંસ્થામાં રહેતી તમામ છાત્રાઓને વિનામુલ્યે સેનેટરી પેડ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.