/

અમેરિકા ચૂંટણી : જ્યોર્જિયામાં બિડેન જીતવામાં સફળ રહે તો પ્રમુખ પદ નિશ્ચિત

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જો બિડેન જ્યોર્જિયામાં ટ્રમ્પથી આગળ નીકળી ગયા છે. અત્યાર સુધી તે ટ્રમ્પથી પાછળ હતાં. બંનેને જ્યોર્જિયામાં અત્યાર સુધીમાં 49.5-49.5 ટકા વોટ મળ્યા છે. એટલે કે બંનેના મત લગભગ સરખા જ છે.

આમ, અહીં બંને વચ્ચે એકદમ રસાકસીભરી ટક્કર હોવાનું કહી શકાય. જો બિડેન જ્યોર્જિયામાં જીતવામાં સફળ થાય તો તેના 16 વોટ તેમને જ મળે અને તેની સાથે તેમનું પ્રમુખપદ નિશ્ચિત બની જશે. આમ, હવે મહદ અંશે જો બિડેન જ અમેરિકાના આગામી પ્રમુખ બને તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.