//

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે જો બિડેન

જો બિડેન અમેરિકા 46માં રાષ્ટ્રપતિ બનશે. જોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતાં. 2009માં બરાક ઓબામા અને 2017માં ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોચ્યા હતાં. અમેરિકામાં કેલિફોર્નિયાની સેનેટર કમલા હેરિસનું ઉપરાષ્ટ્રપતિ બનવાનું નક્કી છે.

જીત બાદ જો બિડેનનું ટ્વીટ

જો બિડેને ટ્વીટ કર્યુ, “અમેરિકા, હું ઘણો સમ્માનિત અનુભવ કરી રહ્યો છું કે તમે દેશના નેતૃત્વ માટે મને પસંદ કર્યો છે. અમારૂ આગળનું કામ મુશ્કેલ હશે. પરંતુ હું દાવો કરૂ છું કે હું તમામ દેશવાસીઓનો રાષ્ટ્રપતિ રહીશ- પછી તમે મને વોટ આપ્યો હોય કે ના આપ્યો હોય. તમે જે મારી પર વિશ્વાસ બતાવ્યો છે, તેને હું પુરો કરીશ.”

મહત્વપૂર્ણ છે કે પેન્સિલવેનિયામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હતાં. પરંતુ જેમ જેમ મેલ ઇન બેલેટની ગણતરી કરવામાં આવી તેમ તેમ બિડેન આગળ નીકળી ગયા હતાં.

સૌથી વધુ મત મેળવનારા US પ્રેસિડેન્ટ બન્યા બિડેન

આ વખતે ચૂંટણીમાં બિડેનને અત્યાર સુધી 7,48,47,834 એટલે 50.6% મત મળ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધી કોઇ રાષ્ટ્રપતિને આટલા મત નથી મળ્યા. આ એક રેકોર્ડ છે. 2008ની અમેરિકાની ચૂંટણીમાં બરાક ઓબામાને 6,94,98,516 મત મળ્યા હતાં.

• ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ છે જે પૂર્વ- ઉપ રાષ્ટ્રપતિથી ચૂંટણી હારી ગયા છે.

• 78 વર્ષીય બિડેન અમેરિકન ચૂંટણીના ઇતિહાસના સૌથી વધુ ઉંમર ધરાવતા રાષ્ટ્રપતિ છે

• બિડેન ડેલાવેયરથી ચૂંટાનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે. આ સાથે જ સીનેટમાં સૌથી લાંબી કરિયર વિતાવનારા બિડેન ડેલાવેયરના પ્રથમ સભ્ય છે.

• બિડેન પહેલા પણ બે વખત રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થઇ ચુક્યા છે. પ્રથમ વખત 1988 અને બીજી વખત 2008માં.

• 28 વર્ષ પછી આ બીજી વખત છે જ્યારે અમેરિકામાં કોઇ પ્રેસીડેન્ટને બીજો કાર્યકાળ નથી મળ્યો.

• બિડેને 32 વર્ષ જૂનો ઇતિહાસ ફરી દોહરાવ્યો છે. 1988માં રાષ્ટ્રપતિ બન્યા પહેલા બુશ સીનિયર પોતાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના કાર્યકાળમાં 8 વર્ષ વાઇસ પ્રેસીડેન્ટ હતા. બિડેન પણ બરાક ઓબામાના કાર્યકાળમાં આઠ વર્ષ ઉપ રાષ્ટ્રપતિ રહ્યા હતાં.

• બરાક ઓબામાએ બિડેનને ‘બ્રધર વાઇસ પ્રેસિડેન્ટ’ની ઉપાધી આપી હતી.

120 વર્ષ પછી થયુ આટલુ મતદાન

આ વખતે અમેરિકાની ચૂંટણીમાં કુલ મતદારોમાંથી 66.9 ટકા વોટર્સે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ 120 વર્ષમાં રેકોર્ડ બ્રેક મતદાન છે. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં મતદાન જોવા મળ્યુ છે. ખાસ કરીને અમેરિકાની ચૂંટણીમાં 50થી 60 ટકા વોટિંગ થતુ હતું. પરંતુ આ વખતે 66.9% વોટિંગ જોવા મળ્યુ છે. અત્યાર સુધી સૌથી વધુ મતદાન 1900ની ચૂંટણીમાં જોવા મળ્યુ હતું, ત્યારે 73.7 % મતદાન થયુ હતું.

મહામારી દરમિયાન બંપર વોટિંગ

આ પ્રથમ વખત છે જ્યારે આટલી ભયંકર મહામારી વચ્ચે અમેરિકામાં આટલુ જોરદાર વોટિંગ થયુ છે. આ પહેલા 1918માં મિડટર્મ ઇલેક્શન થયુ હતું, ત્યારે સ્પેનિશ ફ્લૂ ફેલાયેલો હતો, જેને કારણે મતદાનમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે આવુ પ્રથમ વખત થયુ છે જ્યારે મહામારી દેશભરમાં જ નહી પણ આખી દુનિયામાં ફેલાયેલી છે અને રેકોર્ડ મતદાન થયુ હતું.

હેરિસના ઉપરાષ્ટ્રપતિ બનવા સાથે રચાશે ઈતિહાસ

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત સાથે કમલા હેરિસ અમેરિકન ઈતિહાસમાં અનેક અધ્યાય લખવા માટે તૈયાર છે. જો કે હજુ સુધી ચૂંટણી પરિણામોની કોઈ જાહેરાત નથી, પરંતુ ડેમોક્રેટિક પાર્ટી જીતવાની અણી પર પહોંચી ચૂકી છે.

ડેમોક્રેટિક પાર્ટીની જીત સાથે જ કમલા હેરિસ સત્તાવાર રીતે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવામાં આવશે. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ઈતિહાસમાં અનેક રેકોર્ડ એકસાથે બનશે.

જેમ કે 55 વર્ષની કમલા હેરિસની માતા મૂળ ભારતીય છે. જ્યારે પિતા જમૈકાના છે. તે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ થનાર ભારતીય મૂળની પ્રથમ અમેરિકન છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર તે પ્રથમ અશ્વેત હશે. અમેરિકામાં ઉચ્ચ પદ પર પહોંચનારા તે પ્રથમ દક્ષિણ એશિયન મહિલા હશે.

Leave a Reply

Your email address will not be published.