////

જીત પહેલા જ જો બાઇડેનની સૌથી મોટી જાહેરાત

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતની ગણતરી હજુ ચાલી રહી છે. બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ વચ્ચે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે નિવેદનો દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતની નજીક પહોંચેલા જો બાઇડેને આ વચ્ચે એક મોટું એલાન કર્યુ છે. બાઇડેને કહ્યું કે તેમની સરકાર બનશે તો અમેરિકા પેરિસ એગ્રીમેન્ટમાં ફરી સામેલ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે બુધવારે જ અમેરિકા સત્તાવાર રીતે પેરિસ કલાઇમેટ એગ્રીમેંટથી બહાર થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ આ અંગેનું એલાન કરી દીધુ હતુ અને હવે બધી કાયદાકીય પ્રક્રિયા પુરી થઇ ગઇ છે.

ડેમોક્રેટ્સ તરફના ઉમેદવાર જો બાઇડેને ટ્વિટ કરી લખ્યું, ‘આજે ટ્રમ્પ તંત્ર દ્વારા સત્તાવાર રીતે પેરિસ ક્લાઇમેટ એગ્રિમેન્ટ છોડી દીધુ છે. પરંતુ 77 દિવસ બાદ બાઇડેન તંત્ર તેમાં બીજી વખત સામેલ થશે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આરોપ લગાવામાં આવ્યો હતો કે ક્લાઇમેટ ચેન્જ માટે સૌથી વધારે રકમ અમેરિકા આપે છે, પરંતુ ક્લાઇમેટને સૌથી વધારે નુકસાન ભારત, ચીન જેવા દેશ પહોંચાડે છે.

તેવામાં આ દેશોએ પણ અમેરિકા જેટલી રકમ આપવી જોઇએ, એટલું કહ્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. આ એગ્રીમેંટ પર બરાક ઓબામાએ સહી કરી હતી.

ઉલ્લેખનિય છે કે હાલમાં ચાલી રહેલી મતગણતરી વચ્ચે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઇલેક્ટોરલની ઘણા નજીક પહોંચી ગયા છે. મહત્વનું છે કે જો બાઇડેનને અત્યાર સુધીમાં 264 ઇલેક્ટોરલ મત મળી ગયા છે. જ્યારે ટ્રમ્પને 214 ઇલેક્ટોરલ મત મળ્યાં છે. રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારને 270 ઇલેક્ટોરલ મતની જરૂરિયાત હોય છે.

Leave a Reply

Your email address will not be published.