////

બાઈડેને અમેરિકા ઈતિહાસમાં રચ્યો રેકોર્ડ, ઓબામાને છોડ્યાં પાછળ

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ નજીક આવી રહ્યું છે, ત્યારે સ્થિતિ વધારે રસપ્રદ બનતી જાય છે. ત્યારે જો બાઈડેનના નામે એક રેકોર્ડ પણ સ્થપાઈ ગયો છે. અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે વોટ મેળવનારા પ્રથમ ઉમેદવાર બન્યા છે બાઈડેન. તેમણે ઓબામાનો રેકોર્ડ તોડીને તેમને પાછળ છોડી દીધા છે. બાઇડનને અત્યાર સુધીમાં 7,15,57,235 વોટ મળ્યા છે.

ઓબામા શાસનકાળમાં ઉપ રાષ્ટ્રપતિ રહી ચુકેલા બાઇડનને અત્યાર સુધીમાં 7,15,57,235 વોટ મળ્યા છે. વર્ષ 2008માં અમેરિકાની ચૂંટણીમાં ઓબામાને 69,498,516 વોટ મળ્યાં હતા. વર્ષ 2020ની ચૂંટણીનાં લાખો વોટની ગણતરી હજુ ચાલી રહી છે. બાઈડનના અત્યાર સુધીના મત જે સંપૂર્ણ મતોના 50.3 ટકા છે. જ્યારે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પને 48 ટકા સાથે 6,82,56,676 મત મળ્યાં છે.

જોકે હજુ પણ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે 270 કે તેથી વધુ ઇલેક્ટ્રોરલ વોટ મેળવવા પડે તેમ છે. અત્યાર સુધીમાં બાઇડેનને 264 અને ટ્રમ્પને 214 વોટ મળ્યા છે. અમેરિકામાં કુલ 50 રાજ્ય છે. તેમાંથી 22 રાજ્યોમાં ટ્રમ્પે જીત મેળવી છે અને 20 રાજ્યોમાં બાઇડેનની જીત થઈ છે.

જૉ બાઇડને વેસ્ટ વર્જિનિયા, વોશિંગ્ટન, કેલિફોર્નિયા, કોલોરોડા, ન્યૂ હેમ્પશાયર,ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા, ન્યૂયોર્ક, ન્યૂ મેક્સિકો, વર્મોંટ, કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલિનોઇસ, મેરીલેંડ, મેસાચુસેટ્સ, ન્યૂજર્સી, ટેનેસી ઓરેગન, વિસ્કોન્સિન, રોડ આઈલેંડ, વરમોંટ, હવાઇ, મિશિગન, મિનેસોટા અને રોડ આઇલેંડમાં જીત મેળવી છે.

તો બીજી બાજુ ટ્રમ્પે ઈદાહો, લોવા, ફ્લોરિડા, સાઉથ ડકોટા, મિસૌરી, લુઈસિયાના, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, અરકાંસસ, અલબામા, મિસિસિપી, મોનટાના, ઓહિયો, ઓકલાહોમા, ટેનેસી, કેંટકી, વેસ્ટ વર્જીનીયા, વ્યોમિંગ, ટેક્સાસ, સાઉથ કેરોલિના, ઈન્ડિયાના, ઉતાહ અને વિયોમિંગમાં જીત મેળવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં 4 મહત્વના રાજ્યમાં આગળ ચાલી રહ્યાં છે. ટ્રમ્પ જ્યોર્જિયા,પેન્સિલવેનિયા,નોર્થ કેરિલોના,અલાસ્કામાં આગળ છે. જેમાં જ્યોર્જિયામાં 16 અને કેરોલીના 15, પેનસિલ્વેનિયાના 20 અને અલાસ્કાના 3 ઇલેક્ટોરલ મત છે. જો આ 4 રાજ્યોમાં ટ્રમ્પ જીતે તો બહુમતથી 3 ઇલેક્ટોરલ મત દૂર રહે.

Leave a Reply

Your email address will not be published.