/

ક્રિકેટ પ્રેમીઓ માટે મોટી જાહેરાત- ડીડી ભારતીય મેચની હાઈલાઈટ બ્રોડકાસ્ટ કરશે

કોરોના વાયરસને કારણે લગાયેલા લોકડાઉનમાં સોશિયલ નેટવર્કીંગ સાઈટ ચેક કરીને થાકેલા ક્રિકેટર પ્રેમીઓનો કંટાળો દૂર કરવા માટે દુરદર્શન સ્પોર્ટ્સ વર્ષ 2000થી 2005 વચ્ચે રમાયેલી ભારતની વિવિધ ક્રિકેટ મેચની હાઈલાઈટ્સ બ્રોડકાસ્ટ કરવા જઈ રહ્યું છે.. જે આગામી 7 એપ્રિલ 2020થી ડીડી સ્પોર્ટસ પર શરૂ કરવામાં આવશે. આ વાતની માહિતી બીસીસીઆઈએ આપી છે, બીસીસીઆઈ આ માહિતી સોમવારે આપી હતી

. સરકારી રમત ગમત પ્રસારણ ચેનલ ડીડી સ્પોર્ટસ 7 એપ્રિલથી 2000ના દાયકાની શરૂઆતથી ભારતની ક્રિકેટ મેચની હાઈલાઈટ પ્રસારીત કરશે, બીસીસીઆઈએ આ માહિતી પોતાના ટ્વીટર પરથી ટ્વીટ કરી હતી.. બીસીસીઆઈએ જણાવ્યું કે- બીસીસીઆઈ અને ભારત સરકાર સાથે મળીને તમારી સમક્ષ ભૂતકાળની યાદગાર ક્રિકેટ મેચની હાઈલાઈટ્સ લઈને આવી રહ્યા છે આરામથી ઘરે બેસો અને ડીડી સ્પોર્ટસ પર એકશનનો આનંદ માણો

Leave a Reply

Your email address will not be published.