///

રાજ્યમાં દિવાળીને ધ્યાનમાં રાખીને ST વિભાગે કરી મોટી જાહેરાત

દિવાળી આવવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં પર્વને લઈને અનેક તૈયારીઓનો શુભારંભ પણ કરી દીધો છે. સાથે જ બજારમાં પણ દિવાળી પર્વને લઈને ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે. એવામાં રાજ્ય સરકારે કોરોના વાઈરસના પગલે લોકોને સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરી રાખવાનું તેમન સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવ્યું છે. તો બીજી બાજુ દિવાળી આવી રહી હોવાથી રાજ્યમાં એસટી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

એસટી વિભાગ દ્વારા મુસાફરીને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તારીખ 10થી 16 નવેમ્બર દરમિયાન એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવવામાં આવશે. જેમાં દૈનિક 600 થી 1000 બસોનું સંચાલન કરવામાં આવસે. ઉપરાંત દિવાળીના કારણે અમદાવાદથી વધારાની 150 બસો દોડાવવામાં આવશે.

આ ઉપરાંત સુરત શહેરથી વધારાની 300 બસો દોડાવવામાં આવશે. સાથે જ ગ્રુપ બુકિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.