/

બિગ બીએ ફોટો શેર કરીને કહ્યું, આ એ ફિલ્મ છે જે આજ સુધી બની શકી નથી

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાની એક ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે. જેમાં બિગ બીએ સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કર્યો છે અને કહ્યું છે કે, આ એ ફિલ્મ છે જે આજ સુધી બની શકી નથી.

બિગ બિએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનો એક ફોટો શેર કર્યો છે. જે કોઈક કારણસર બની શકી નહી. આ ફોટામાં અમિતાભ બચ્ચન ફંકી ગ્રે જેકેટ અને બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમણે સાઈડમાં ગન પણ રાખેલી છે. જો કે આ ફિલ્મ સંબંધિત વધુ વિગતોનો ખુલાસો અમિતાભ બચ્ચને કર્યો નથી.

મહત્વનું છે કે અમિતાભ બચ્ચને દીવાર, શોલે, કભી કભી, અમર અકબર એન્થની, સાત હિન્દુસ્તાની, આનંદ, ઝંઝીર, અભિમાન, સૌદાગર, ચૂપકે ચૂપકે, ત્રિશુલ, ડોન, મુકદ્દર કા સિકંદર, મિ.નટવરલાલ, લાવારિસ, સિલસિલા, કાલિયા, સત્તે પે સત્તા, નમક હલાલ, શક્તિ, કુલી, શરાબી, મર્દ, શહેનશાહ, અગ્નિપથ, ખુદા ગવાહ, મોહબ્બતે, બ્લેક, વક્ત, સરકાર, ચીની કમ, ભૂતનાથ, સત્યાગ્રહ, પા, શમિતાભ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.