////

અરુણાચલ પ્રદેશમાં JDUને મોટો ફટકો, 6 ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા

અરુણાચલ પ્રદેશમાં JDUને મોટો ફટકો મળ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની જ સહયોગી પાર્ટી જનતા દળ યુનાઈટેડને મોટો ફટકો આપ્યો છે. જેમાં બિહારના નીતિશ સરકાર સાથે ગઠબંધનમાં રહેલી BJPએ અરુણાચલ પ્રદેશના JDUના 6 ધારાસભ્યોને તોડ્યાં છે.

અરુણાચલ પ્રદેશના JDUના 7 ધારાસભ્યો હતા. જેમાંથી 6 BJPમાં ભળી ગયા છે. રાજ્યની વિધાનસભા મુજબ, પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલના લિકાબાલી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કરદો નિગ્યોર પણ BJPમાં સામેલ થઈ ગયા છે. પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પહેલા આ સમાચારથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે.

આ ઉપરાંત રમગોંગ વિધાનસભા વિસ્તારના તાલીમ તબોહ, ચાયાંગ્તાજોના હેયેંગ મંગ્ફી, તાલીના જિક્કે તાકો, કલાક્તંગનાના દોરજી વાંગ્દી ખર્મા, બોમડિયાના ડોંગરુ સિયનગ્જૂ અને મારિયાંગ-ગેકૂ વિધાનસભા વિસ્તારના કાંગગોંગ ટાકૂ BJPમાં સામેલ થઈ ગયા છે.

તો બીજી બાજુ જનતાદળ યુનાઈટેડે 26 નવેમ્બરે સિયનગ્જૂ, ખર્મા અને ટાકૂને પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે કારણ બતાવો નોટિસ ફટકારી હતી અને તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા. JDUના 6 ધારાસભ્યોએ અગાઉ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જણાવ્યા વિના તાલીમ તબોહને વિધાયક દળના નેતા બનાવી દીધા હતા. PPA ધારાસભ્યને પણ પ્રાદેશિક પાર્ટીએ આજ મહિનાની શરૂઆતમાં સસ્પેન્ડ કરી દીધા હતા.

આ અંગે અરુણાચલ પ્રદેશ BJPના અધ્યક્ષ બીઆર વાઘેએ જણાવ્યું કે, અમે પાર્ટીમાં સામેલ થવાના તેમના પત્રોનો સ્વીકાર કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.