કોરોનાની દહેશત દુનિયાભરમાં છે ત્યારે પગ પેસારાની શરૂઆત ગુજરાતમાં પણ થઇ ગઈ છે આજે રાજ્યમાં 2 કેસ પોઝિટિવ નોંધાતા ખળભળાટ મચી ગયો છે એક રાજકોટ અને એક કેસ સુરતમાં પોઝિટિવ નોંધાયો છે.જેમાં આરોગ્ય વિભાગે ટ્વીટ કરી જણાવ્યું હતું કે રાજ્ય ના સુરત અને રાજકોટ માં કોરોના ના બે પોઝિટિવ નોંધાયા છે
ગુજરાતમાં પણ બે કેસ સામે આવ્યા છે જેમાં સુરતમાં એક કેશ નોંધાયો છે તેમ 21 વર્ષીય યુવતી હોવાનું બહાર આવ્યું છે અને રાજકોટના 35 વર્ષીય યુવકને પણ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા ગુજરાત.નું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છેરાજકોટનો યુવક સાઉદી અરેબિયાથી પરત આવ્યો હતો તે સમયે તેમના રિપોર્ટ કરવામાં આવ્યા હતા રિપોર્ટ બાદ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.