રાજ્યસભાને લઇ કોંગ્રેસના 2 ઉમેદવારોના નામ સત્તાવાર જાહેર થયા છે. ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે ભાજપ નવો દાવ રમવા જઈ રહ્યું છે. પૂર્વ કોંગ્રેસી પાટીદાર નેતા નરહરિ અમીનને ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે ઉતારવાનું નક્કી કર્યું છે.
નરહરિ અમીન ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર નથી થયા પણ સીધા ફોર્મ ભરશે. રાજ્યસભાની ચૂંટણી હવે એકદમ રસાકસીભરી બનશે. કોંગ્રેસના બે ઉમેદવાર સામે ભાજપનું પાટીદાર કાર્ડ, આજે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા સાથે જ નરહરિ અમીન પણ ફોર્મ ભરસે.