//

BIG Breakinag news : સુરતમાં કોરોના મોત બાદ રાજ્યની રાજધાની આજથી લોકડાઉન

સમગ્ર દેશને હચમચાવી નાખનાર ચાયનાનો કોરોના વાયરસ માં ગુજરાતમાં કુલ 18 જેટલા કૅસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. સુરતમાં એક વૃદ્ધનું મોત થયાની વાતથી સરકાર હરકતમાં આવી છે. રાજ્યના જુદાજુદા વિભાગો સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજધાની ગાંધીનગરમાં આવશ્યક સેવા અને ખાદ્ય ચીજ વસ્તુ સિવાયની તમામ સેવાઓ લોક ડાઉન કરવાનો આદેશ આપી દેતા હવે પરિસ્થિતિ વણસતી જોવા મળી રહી છે અને લોકો જેટલા જાગૃત છે તેના કરતા પણ વધુ જાગૃત થવાની શક્યતા વધી રહી છે જનતા માટે ખુબજ મોટા અને માઠા સમાચાર ગણી શકાય કે આજે રાજધાનીમાં લોક ડાઉન થયું છે જો જાગૃતિ નહીં આવે તો આવનાર દિવસોમાં વધુ મુશ્કેલી આવી શકે છે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયરે આજે લોકડાઉન અંગે એક વિડીયો જારી કરી માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી 25 મી  માર્ચ સુધી ગાંધીનગરમાં લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં  આવ્યો છે  

Leave a Reply

Your email address will not be published.