////

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર NSUI અને YOUTH કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે

ગુજરાત કોંગ્રેસ સત્તામાં ફરી પોતાન સ્થાન હાંસિલ કરવા માટે પુરજોશમાં તૈયારીઓ કરી રહી છે. પરંતુ કોંગ્રેસના અમુક નેતાઓમાં પાર્ટીથી ખફા હોવાનું પણ બહાર આવ્યુ છે. આગામી દિવસોમાં સ્વરાજયની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇને કોંગ્રેસમાં બેઠકોનો દોર પણ શરૃ થયો છે. સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ફેરફારો થયા છે. જેમાં YOUTH કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અને એન NSUI ના પ્રદેશ અધ્યક્ષમાં ફેરફાર થવાની શકયતાઓ સેવાઇ રહી છે. તેમજ કોંગ્રેસ ચુંટણી જાતવા માટે અનેક કાર્યકતાઓ અને નેતાઓને પાર્ટીનાં અનેક કાર્યોની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

જેવા નવા નેતાઓનાં સંગઠનમાં બાકી રહેલી જવાબદારીઓ સોંપવામાં આવશે. હાલનાં કોંગ્રેસના NSUI તેમ યુથ કોંગ્રેસના અધ્યક્ષની વાત કરીએ તો મહિપાલ ગઢવી NSUI તેમજ યુથ કોંગ્રેસનાં ગુલાબસિંહ રાજપૂત અધ્યક્ષ છે. જેમનાં બદલે હવે બીજા નેતાઓને અધ્યક્ષ બનાવવામાં આવશે તેવી વાતો વહેતી થઇ છે. NSUI અને YOUTH કોંગ્રેસ બે માંથી એક સંગઠન પ્રમુખ સૌરાષ્ટ્રથી હશે તેવા અનુમાન પાર્ટીમાં લગાવવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસના મહત્વના અધ્યક્ષ કોને બનાવવામાં આવશે તેની અંદરો-અંદર કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચાઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.