//

કોરોનાને લઇ BAPS સ્વામિનારાયણ સંસ્થાનનો મોટો નિર્ણય

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયે ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ અંગે ચિંતા વ્યકત કરીને એક બિરદાવવા લાયક નિર્ણય લીધો છે. કોરોના વાયરસ ભીડ-ભાડવાળી જગ્યાઓથી કે વધુ પ્રમાણમાં ટોળુ એકઠુ થવાથી પ્રસરે છે. જેનાં કારણે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયે થોડા સમય સુધી BAPS સ્વામિનારાયણના તમામ મંદીરો બંધ કરવા આદેશ આપ્યો છે. તેમજ આગામી આદેશ સુધી નિયમિત ગતિવિધીઓ સ્થગિત કરવાની જાહેરાત પણ કરી છે. આ મુદ્દે BAPSએ જણાવ્યુ હતુ કે, અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં રહેલા તમામ મંદીરો એક સપ્તાહ માટે બંધ રાખવામાં આવશે જેથી સ્વયંસેવકો, શ્રદ્વાળુઓ અને સ્થાનિક સમુદાયના સ્વાચ્છયની રક્ષા કરવામાં આવી શકે.

BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં અમેરિકામાં લગભગ ૧૦૦ મંદીરો આવેલા છે. જેમાં મોટી સભાઓથી બચવા માટે આખી દુનિયામાં BAPS મંદીર બંધ રહેશે. પરંતુ શ્રદ્વાળુઓ દરેક મંદીરની વેબસાઇડના માધ્યમથી દૈનિક દર્શન કરી શકશે. તેમજ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોજાતી સભાઓ પર ૧ સપ્તાહ માટે પ્રતિબંધ આપ્યો છે. તેમજ આરતી અને સત્સંગમાં હરિભકતોએ આવવુ નહીં તેવી પણ જાહેરાત કરી છે. BAPS સ્વામિનારાયણને મંદીર બંધ રાખવાનો આદેશ ગુજરાત સહિત અન્ય રાજયોમાં પણ લાગે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.